આજે ભરૂચ જિલ્લામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ.૨૨૭ કરોડના વિકાસના વિવિધ ૩૩ પ્રકલ્પોનો લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન થશે

 *શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રૂ. ૧૨૯.૮૬૫ કરોડના ૮ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત*

*માર્ગ અને મકાન વિભાગના વિભાગના રૂ.૭૧.૯૨ કરોડના ૯ પ્રકલ્પોનુ લોકાર્પણ,ખાતમુહૂર્ત તથા ભૂમિપૂજન*

 *ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના રૂ.૭.૬૯ કરોડના લોકાર્પણ-ખાતમુહૂર્ત*

ભરૂચ:મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે તા. ૦૭ માર્ચના રોજ બપોરે ૨:૦૦ કલાકે દુધધારા ડેરી ગ્રાઉન્ડ, ઓલ્ડ એન.એચ-૮, ભરૂચ ખાતે રૂ.૨૨૭ કરોડના વિકાસના વિવિધ ૩૩ પ્રકલ્પોનો લાકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરવાના છે. 

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે જિલ્લાના વિવિધ વિભાગોના, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ, નર્મદા રૂરલ ડેવલમેંટ સીએસઆર, જીએનએફસી તથા નગરપાલિકાના અંદાજીત રૂ.૨૨૭ કરોડના ૩૩ પ્રકલ્પોના વિકાસકાર્યોની ભેટ મળશે. 

મુખ્યમંત્રીશ્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રૂા.૧૨૯.૮૬૫ કરોડના ૮ જેટલા પ્રકલ્પોનંપ ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરશે.જેમાં રૂ.૧૨૮.૫૬ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત જ્યારે રૂ. ૧.૩૦૫ કરોડના ૨ કામોનું લોકાપર્ણ કરીને જનસમર્પિત કરશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભરૂચ જિલ્લાને વિકાસકાર્યોની ભેટ મળશે. જેમાં માર્ગ અને મકાન વિભાગનાં રૂા.૭૧.૯૨ કરોડના ૯ પ્રકલ્પો પૈકી કુલ રૂા.૩૮.૫૯ કરોડના ૪ પ્રકલ્પોનું ભૂમીપૂજન તથા રૂ.૧૪.૬૩ કરોડના ૨ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા રૂ.૧૮.૭ કરોડના ૩ પ્રકલ્પોનું લોકાર્પણ કરાશે.

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના કુલ રૂ. ૭.૬૯ કરોડના ૨ પ્રકલ્પો પૈકી રૂ. ૩.૧૯ કરોડના ૧ પ્રકલ્પનું ખાતમુહૂર્ત તથા રૂ.૪.૫૦ કરોડના ૧ પ્રકલ્પનું લોકાર્પણ થનારું છે.

આ ઉપરાંત ગ્રૃહ વિભાગના રૂ.૬.૮૯ કરોડના ૧ પ્રકલ્પનું તથા શિક્ષણ વિભાગના કુલ રૂા.૬.૯૬ કરોડના ૮ પ્રકલ્પોનું લોકાર્પણ તથા વન અને પર્યાવરણ વિભાગનાં કુલ રૂા.૦.૬૨૦ કરોડના ૩ પ્રકલ્પોનું લોકાર્પણ અને નર્મદા રૂરલ ડેવલમેંટ સીએસઆર, જીએનએફસીનાં કુલ રૂ. ૨.૯૦ કરોડના ૨ પ્રકલ્પોનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે થનારું છે. 

આ કાર્યક્રમમાં જિલ્લાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા તથા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાંસદિયાની વિશેષ ઉપસ્થિતિ રહેશે.તદ્ઉપરાંત અતિથિ વિશેષમાં જિલ્લાના ધારાસભ્ય સર્વે શ્રી ઈશ્વરસિંહ પટેલ, શ્રી અરૂણસિંહ રણા,શ્રી રમેશભાઈ મિસ્ત્રી, શ્રી ડી કે સ્વામી, શ્રી રીતેષભાઈ વસાવા ઉપસ્થિત રહેશે

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *