આમોદ લક્ષ્મીનારાયણ મંદિર ખાતે નૂતન વર્ષે અન્નકૂટ મહોત્સવ યોજાયો.

આમોદમાં આવેલા કાછીયાવાડ ખાતે લક્ષ્મીનારાયણ મંદિરે નૂતન વર્ષ નિમિત્તે અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો.
કોરોના મહામારીનો કારણે સરકારની ગાઈડ લાઇન મુજબ મર્યાદિત સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.નાહીયેર ગુરુકુળથી પધારેલા પૂજ્ય ડી.કે.સ્વામીએ અન્નકૂટ મહોત્સવનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે ગોવર્ધન પર્વત ઉંચકીને શ્રીકૃષ્ણ ભગવાને ગોકુળ વાસીઓને ભરપેટ જમાડ્યા હતા ત્યારથી અન્નકૂટ મહોત્સવ ઉજવવામાં આવે છે.જેથી નવા વર્ષે લોકોને અન્નકૂટ મહોત્સવ નિમિત્તે પ્રેમથી જમાડવાવમાં આવે છે. વધુમાં પૂજ્ય ડી.કે.સ્વામીએ સકામ ભક્તિ અને નિષ્કામ ભક્તિ વિશે લોકોને જણાવી ભગવાનને આપેલા દાનનો મહિમા જણાવ્યો હતો.જોકે હાલ ચાલતી કોરોના મહામારીનો કારણે ભગવાન પાસે અન્નકૂટના દર્શન કરી લોકોને ઘરે ઘરે પ્રસાદ પહોંચાડવાની સેવા લક્ષ્મીનારાયણ મંદિર ટ્રસ્ટના હરિભક્તોએ કરી હતી.

અન્નકૂટ મહોત્સવ પ્રસંગે પૂજ્ય ડી.કે.સ્વામીએ લક્ષ્મીનારાયણ ભગવાનની આરતી કરી હતી. જે આરતીનું લક્ષ્મીનારાયણ ટ્રસ્ટ તરફથી સોશિયલ મીડિયા ઉપર લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. જેથી લોકોએ ઘેર બેઠા જ ભગવાનની આરતીનો લાભ લીધો હતો. લક્ષ્મીનારાયણ ભગવવાના નવા સિંહાસન માટે દાતાઓએ દાન કરતા ટ્રસ્ટ તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.તેમજ શિવ-પાર્વતીના નવા સિંહાસન માટે પણ અનેક દાતાઓએ દાન આપી ભગવાન પ્રત્યે પોતાની ભક્તિ વ્યક્ત કરી હતી.

Share News With Other

Written by