આવશ્યક સેવાઓના મતદારો પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી શકે તે માટે નાયબ જિલ્લા ચૂંટણીઅધિકારીશ્રી ડૉ. સુપ્રિયા ગાંગૂલીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી

આવશ્યક સેવાઓના મતદારો પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરીને લોકશાહીના અવસરમાં સહભાગી બની શકે તે માટે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડૉ. સુપ્રિયા ગાંગૂલીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી*

      ભરૂચ- લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માં મતદાનની ટકાવારી વધે તેમજ નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સરકારી કર્મચારીઓ અને અન્ય સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો મતપત્રથી મતદાન કરી શકે તે માટે ૧૨ -ડી ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે. આ ફોર્મ ભરીને સરકારી કર્મચારીઓ પોતાના મતવિસ્તારમાં જઈને મતપત્ર દ્વારા મતદાન કરી શકશે. જેના અનુસંધાને ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડૉ. સુપ્રિયા ગાંગૂલીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને પોતાના કર્મચારીઓ માટે ૧૨- ડી ફોર્મની વ્યવસ્થા કરીને તેઓ અચુક મતદાન કરે તે નિશ્ચિત કરવા માટે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની જણાવ્યું હતુ.

       ભારતીય ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ નોટીફીકેશન મુજબ વિવિધ વિભાગો અન્વયે ભરૂચ જિલ્લાના વિજળી વિભાગ, બીએસએનએલ, ઉડ્ડયન વિભાગ, ઓલ ઈન્ડિયા રેડિયો, રેલ્વે, આરોગ્ય વિભાગ ગુજરાત, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની લાંબા અંતરની બસ સેવાઓ, ફાયર સર્વિસીસ, ટ્રાફિક પોલીસ, અને એમ્બ્યુલન્સ સેવા વગેરેની આવશ્યક સેવાઓમાં જોડાયેલ અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓની સંખ્યા મુજબ પુરા પાડવામાં આવેલા ફોર્મ નં-૧૨-ડી માં પુરતી વિગતો ભરી તા.૧૩. એપ્રિલ ૨૦૨૪ સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીની કચેરી ભરૂચ ખાતે રજૂ કરવા માટે બેઠકમાં જણાવવામાં આવ્યું છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આવશ્યક સેવાઓમાં ફરજ બજાવતા વિભાગોની યાદી પ્રમાણે જેઓ મતદાનના દિવસે ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય અને મતદાન કરવા ન જઈ શકતા હોય તેવા અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓએ ૧૨- ડી ફોર્મ ભરવા માટે જણાવવામાં આવ્યું છે જેથી તેઓ મતદાનથી વંચિત ન રહી જાય. ૧૨- ડી ફોર્મ ભર્યા બાદ થાય તેના ૫ દિવસમાં આ ફોર્મ વિધાનસભા મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. ત્યારબાદ જ મતદાર પોતાના મતવિસ્તારમાં જઈને પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે.

       આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, તેમજ વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *