એમ. એસ. કે. લો કોલેજ ભરૂચ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા એમ એસ. કે. લો કોલેજ માં કાનૂની શિક્ષણ અને કાનૂની જાગૃતિ અંગે શિબિર નું આયોજન કરાયું

એમ. એસ. કે. લો કોલેજ ભરૂચ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા એમ એસ. કે. લો કોલેજ માં કાનૂની શિક્ષણ અને કાનૂની જાગૃતિ અંગે શિબિર નું આયોજન કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ભરૂચ જિલ્લા ન્યાયાલયના સિનિયર સિવિલ જજ દિલીપ બી. તિવારી સાહેબ ઉપસ્થિત રહેલ હતા તેઓએ ન્યાય મેળવવા માટે અને ન્યાય સુધી પહોંચવા માટે વ્યક્તિને ઘણા અંતરાયો ઉભા થાય છે. તે અંતરાયો પૈકી નિરક્ષરતા, સામાજિક રીતે પછાતપણું, શારીરિક, ભૌગોલિક, મનોવૈજ્ઞાનિક અને મનની અક્ષમતા વગેરે પરિબળો ખૂબ જ મોટો ભાગ ભજવે છે. આવા પરિબળોનો સામનો કરી સમાજમાં ન્યાય પ્રત્યે સજાગતા કેળવવા, જાગૃતિ કેળવવા શું કરી શકાય તેનું માર્ગદર્શન આપવામાં આવેલ હતું. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચના લિગલ આસિસ્ટન્ટ ટી. કે. સિંધી, એડવોકેટ શ્રી અનિલ સોની, પેનલ એડવોકેટ શ્રી અશ્વિન મિસ્ત્રી, એડવોકેટ જ્યોતિકાબેન પરમાર ઉપસ્થિત રહી વિદ્યાર્થીમાં કાનૂની શિક્ષણ અને કાનૂની જાગૃતિ અંગેની વિવિધ બાબતો અંગે માહિતગાર કરેલ હતા. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની અનુશ્રયામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચની કામગીરી થી અવગત કરેલ હતા.

સમગ્ર શિબિરને ધ્યાનમાં રાખી એમ. એસ. કે. લો કોલેજ ભરૂચના કાર્યકારી આચાર્યા ડૉ. મનિષાબેન શુક્લાએ પ્રસંગિક વક્તવ્ય આપી વિદ્યાર્થીઓને પેરાલીગલ વોલીએન્ટર તરીકેની કામગીરીમાં જોડાવા અંગે માહિતગાર કરેલ હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરૂચ જિલ્લાના પેરાલીગલ વોલીએન્ટર કે જે એમ. એસ. કે. લો કોલેજ ભરૂચની વિદ્યાર્થીની સોલંકી વૈશાલીએ કરેલ હતું. કાર્યક્રમને અંતે એમ. એસ. કે. લો કોલેજ ભરૂચના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. અલ્કેશ સ્વામીએ સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ કરી હતી.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *