કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રી પર્વની હરસોલાસ સાથે ઉજવણી કરાઈ

ગુજરાતના સોમનાથ તરીકે જાણીતું સ્તંભેશ્વર તીર્થ જે જંબુસર તાલુકાના દક્ષિણ ગુજરાતના સોમનાથ એવા કંબોઇના સ્તંભેશ્વર મહાદેવનું અનેરું મહત્ત્વ છે. મહાશિવરાત્રી પર્વના રોજ વહેલી સવારે સાત વાગ્યાથી બપોરે 4:00 વાગ્યા સુધીનો સાંજના સાત વાગ્યાથી સવારે 4:00 વાગ્યા સુધીનો દર્શન નો સમય રહેશે ગુજરાતના સોમનાથ તરીકે જાણીતું સ્તંભેશ્વર તીર્થ જે જંબુસર તાલુકાના દક્ષિણ ગુજરાતના સોમનાથ એવા કંબોઇના સ્તંભેશ્વર મહાદેવનું અનેરું મહત્ત્વ છે. શ્રાવણ માસમાં તેમજ મહાશિવરાત્રી પર્વના રોજ આ ગુપ્ત તીર્થ કંબોઇ ખાતે હજારો શ્રધ્ધાળુઓ ઉમટી પડે હતી . પવિત્ર તીર્થ સ્થાનમાં દર્શન નો લ્હાવો લીધો હતો.ભગવાન કાર્તિકેયે તારકાસુરનો વધ બાદ અહીં પ્રાયશ્ચિત માટે ભગવાન ભોળા શંભુ ની સ્થાપના કરી હતી અને તેઓને અહી બિરાજમાન કર્યા હતા. ત્યારબાદ વર્ષો સુધી આ તીર્થ દરિયામાં છૂપાયેલ હતુ.છેલ્લાં કેટલાંય વર્ષોથી જ આ શિવલિંગના દર્શન થઈ રહ્યાં છે હજુ પણ દિવસમાં બે વાર સ્વયંભૂ દરિયા દેવ ભગવાન ભોળા શંભુના અભિષેક માટે આવે છે.અને ભગવાનને પોતાના આગોશમાં સમાવી લે છે.આ સ્થળને મહિસાગર સંગમતીર્થ તરીકે ઓળખવામાં આવે છે સાત નદીઓ અહીં દરિયાદેવને મળે છે.

જેથી આ તીર્થનું મહત્ત્વ વધી જાય છે.આ તીર્થ માટે એમ કહેવાય છે કે પ્રયાગમાં સાત વખત,પુષ્કરમાં નવ વખત અને પ્રભાસમાં અગિયાર વખત જવાથી જે પુણ્ય પ્રાપ્ત છે કે અહીં એક વખત જવાથી થાય છે. પવિત્ર શ્રાવણ માસ તેમજ મહાશિવરાત્રી પર્વ દરમિયાન આ તીર્થ ખાતે હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે. સ્તંભેશ્વર ને શિવ પાર્વતીના વરદાન મળ્યાં છે. કે આ ગુપ્ત તીર્થમાં અપનારંભના દિવસે,વિષુવવૃત્તીની દક્ષિણમાં અને ઉત્તરમાં સુર્યની ગતિના પ્રારંભના દિવસે , વિષુવયોગમાં,જ્યારે દિવસ રાત્રી સરખા હોય ત્યારે સૂર્ય અને ચંદ્ર ગ્રહણ કાળમાં પૂર્ણિમા અમાસ અને સંક્રાંતિના સમયે તથા વૈધુતિયોગમાં જે કોઈ મનુષ્ય સ્નાન કરી સ્તંભેશ્વર લિંગનું પૂજન કરશે તેને પૃથ્વીના તમામ તીર્થોમાં સ્નાન તથા તમામ શિવલિંગના પૂજન કર્યાનું સર્વશ્રેષ્ઠ પ્રાપ્ત થશે. અને આરોગ્ય,પુત્ર ,ધન અને ઉત્તમ સુખની પ્રાપ્તિ થશે. આ ઉપરાંત સંગમતીરે જે શિવલિંગો સ્થપાયા જેવા કે પ્રતિજ્ઞોશ્વર,કપાલેશ્વર ,કુમારેશ્વર ,અને સ્કંદ કુમાર દ્વારા જે અન્ય લિંગની સ્થાપના થઈ તે સ્તંભેશ્વર આ પવિત્ર તીર્થ ની ખ્યાતિ ગુજરાતમાં જ નહીં પરંતુ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન સહિત ભારત ના અનેક ભાગોમાં પથરાયેલી છે.ભરૂચ અને વડોદરાથી રોડ માર્ગે જંબુસર આવી ત્યાંથી સ્થાનિક વાહનો બસની સગવડ થી શ્રધ્ધાળુઓ આ તીર્થ ખાતે સ્તંભેશ્વર તીર્થ આવી છે.આ તીર્થ ખાતે દૂરથી આવતા પ્રવાસીઓ માટે રહેવા જમવાની પણ સગવડ વ્યવસ્થા કરવામાં આવે છે.સુંદર ગૌશાળા તેમજ પાઠશાલા જેમાં સંસ્કૃત શ્લોકો તેમજ સંસ્કૃત ગ્રંથોનું પઠન કરવામાં આવે છે. નાગાલેન્ડ સિક્કિમ મણિપુર જેવા વિસ્તારોમાંથી બાળકો સંસ્કૃત વિદ્યા પ્રાપ્ત કરવા અહીંયા રહે છે યાત્રાધામ સ્તંભેશ્વરમાં દર્શનાર્થીઓની મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સ્તંભેશ્વર મહાદેવના દર્શન તેમજ ઔલોકિક દરિયાદેવનું અભિષેક જોવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ મંદિરની મુલાકાત લીધી હતી.મહાશિવરાત્રી પર્વ નિમિત્તે છેલ્લા 34 વર્ષોથી ચાલી આવતી પરંપરા થી સ્તંભેશ્વર મહાદેવ મંદિરે યજ્ઞાશાળામાં મહારૂદ્રી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. યજ્ઞમાં કાશીના વિદ્વાન પંડિતો દ્વારા યજ્ઞ કરાવવામાં આવશે મહારૂદ્રી યજ્ઞમાં પચાસ જેટલા જોડાઓ મહા લઘુ રુદ્ર માં ભાગ લે છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ભાવી ભક્તો આ યજ્ઞનો લાભ લેશે તારીખ 02.03.2024 થી શરુ થઇ જતાં તારીખ 08.03.2024 ને શિવરાત્રિ સુધી આ મહા રૂદ્રિ યજ્ઞ ચાલયો.જેમાં દર્શનાર્થે આવનાર ભાવી ભક્તો ને વિનામૂલ્યે મહાપ્રસાદીનો લાભ તેમ જ સુરક્ષાને ધ્યાનમાં લઇ 300 જેટલી પોલીસ વ્યવસ્થાઓ નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ કોઈ અંશને બનાવ ના બને તે માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક ટીમ ખડકી દેવામાં આવી હતી. ટ્રાફિકની સમસ્યાના સર્જાય તે માટે એક કિલોમીટર લાંબુ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી.

*મહાશિવરાત્રી પર્વ નિમિત્તે છેલ્લા 34વર્ષોથી ચાલી આવતી પરંપરા થી સ્તંભેશ્વર મહાદેવ મંદિરે યજ્ઞાશાળામાં મહારૂદ્રી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે યજ્ઞમાં કાશીના વિદ્વાન પંડિતો દ્વારા યજ્ઞ કરાવવામાં આવશે મહારૂદ્રી યજ્ઞમાં પચાસ જેટલા જોડાઓ મહા લઘુ રુદ્ર માં ભાગ લે છે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ભાવી ભક્તો આ યજ્ઞનો લાભ લેશે તારીખ 02.03.2024થી શરુ થઇ જતાં તારીખ 08.03.2023ને શિવરાત્રિ સુધી આ મહા રૂદ્રિ યજ્ઞ ચાલ્યો હતો. જેમાં દર્શનાર્થે આવનાર ભાવી ભક્તો ને વિનામૂલ્યે મહાપ્રસાદીનો લાભ લીધો હતો.

*  મોટી સંખ્યામાં દૂર દૂરથી શ્રદ્ધાળુ આવવાના કારણે ભારે ટ્રાફિકજામ ની સમસ્યા સર્જાતી હોય છે તે માટે ભરૂચ જિલ્લા પોલીસ તેમજ કાવી પોલીસ દ્વારા 300 પોલીસ સ્ટાફનો વિશેષ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. તેમજ કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને તે માટે એમ્બ્યુલન્સ ફાયર ફાઈટર તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ગોઠવી દેવામાં આવ્યો હતો.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *