જંબુસર:-જંબુસર તાલુકા ના કાવલી ગામે ગતરાત્રે ભરૂચ એલ.સી.બી. ને મળેલ બાતમી ના આધારે છાપો મારતા જુગાર રમતા સારોદ તથા કાવલી ના આઠ જુગારીઓ ને રોકડ તથા મોબાઈલ સહિત ૬૪૦૦૦ ના મુદ્દામાલ સાથે રંગે હાથે દબોચી લીધા હોવાના સમાચાર સાપડ્યા છે .
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચ ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એ. તુવર,એએસઆઇ જયેશભાઈ મિસ્ત્રી,ર જનીકાંત નગીનભાઈ બ.નં ૧૫૦૬ તથા સ્ટાફ ના માણસો ધુળેટી ના તહેવાર ને અનુલક્ષી ને જંબુસર ડીવીઝન મા ખાનગી વાહનો મા પેટ્રોલિંગ મા હતા.તે દરમ્યાન અ.પો.કોન્સ્ટેબલ શક્તિ સિંહ ઝીલુભા ને તેમના બાતમીદાર થી બાતમી મળેલ કે જંબુસર તાલુકા ના કાવલી ગામ નો ફિરોઝ અહમદ પઠાણ તેની માલિકી ની ખુલ્લી જગ્યા મા બનાવેલ પતરા ના શેડ નીચે આજુબાજુ ના ગામો માંથી માણસો બોલાવી જુગાર રમી રમાડે છે.બાતમીદાર ની બાતમી ને આધારે લોકલ ક્રાઈમ બ્રાંચ ની ટીમે ગત રાત્રિએ કાવલી ગામે છાપો મારતા પતરા ના શેડ નીચે જુગાર રમતા ઈસ્માઈલ યાકુબ ઇબ્રાહીમ ગના,જાબીર શબ્બીરભાઈ અલ્લી ઉસ્તાદ, ફેસલ ઐયુબ અબ્બાસ વાડીના, મહમદ યાકુબ ઈબ્રાહીમ ગના, તમામ રહે.સારોદ તા. જંબુસર તથા આસીફ ઈકબાલ વલીશા દીવાન,ફિરોઝ અહમદખાન પઠાણ,નાસીર અલીભાઈ પઠાણ,યાસીન યાકુબ અહેમદ પટેલ તમામ રહે.કાવલી તા.જંબુસર ના ઓ રંગે હાથ ઝડપાઈ ગયા હતા.પોલીસે દાવ ઉપર ના રૂ.૫૧૦૦, અંગઝડતી ના રૂ. ૩૯૪૦૦ મળી કુલ રોકડ રકમ રૂ.૪૪૫૦૦ તથા મોબાઇલ નંગ ૯ કિંમત રૂ.૧૯૫૦૦ મળી રૂપિયા ૬૪૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી કાવી પોલીસ મથક ખાતે જુગારધારા અન્વયે ગુનો નોંધી આગળ ની વધુ તપાસ વેડચ પોલીસ મથક ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એલ.ખટાણા ચલાવી રહ્યા છે.