VNSGU ના ગણિતશાસ્ત્ર વિભાગમાં રાષ્ટ્રીય કક્ષાએ “ NATIONAL WORKSHOP ON PROBLEM SOLVING IN MATHEMATICS ” વિષય પર ત્રિદિવસીય કાર્યશાળાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.

ગણિતશાસ્ત્ર વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીતા. ૦૫ માર્ચ ૨૦૨૪ ના રોજ, ગણિતશાસ્ત્ર વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે યુનિવર્સિટીના સ્થાપના ના ૬૦ માં વર્ષની ઉજવણીના ભાગરૂપે ૦૫ – ૦૭ માર્ચ, ૨૦૨૪ દરમિયાન રાષ્ટ્રીય કક્ષાએ “ NATIONAL WORKSHOP ON PROBLEM SOLVING IN MATHEMATICS ” વિષય પર ત્રિદિવસીય કાર્યશાળાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. જેમાં મુખ્ય મહેમાન તરીકે યુનિવર્સિટીના કુલસચિવશ્રી ડો. આર.સી.ગઢવી હાજર રહ્યા હતા. ડો. કે.સી.પોરીયા, વિભાગીય વડા, ભૈતિકશાસ્ત્ર વિભાગ, ડો. આરતી રાજ્યગુરુ, વિભાગીય વડા, આંકડાશાસ્ત્ર વિભાગ, અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. ડો. ડી.સી.જોષી, વિભાગીય વડા, ગણિતશાસ્ત્ર વિભાગ એ ગણિતશાસ્ત્ર વિભાગ તથા યુનિવર્સિટી વિશે માહિતી આપી હતી. ડો. પ્રીતિ ટંડેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર (કો ઓર્ડિનેટર) એ કાર્યશાળા ના હેતુ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ડો. આર.સી.ગઢવી, કુલસચિવશ્રીએ આશીર્વચન આપ્યા હતા. ડો. કે.સી.પોરીયા તથા ડો. આરતી રાજ્યગુરુએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. ડો. ડી.વી.શાહ એસોસિયેટ પ્રોફેસર, ગણિતશાસ્ત્ર વિભાગ એ આભારવિધિ કરી હતી. રજીસ્ટ્રેશનની જવાબદારી ડો. કે.બી.પટેલ એસોસિયેટ પ્રોફેસર, ગણિતશાસ્ત્ર વિભાગ એ સંભાળી હતી તથા વિભાગમાં ફરજ બજાવતા તમામ ટીચીંગ આસિસ્ટન્ટઓએ કાર્યક્રમનું સમગ્ર સંચાલન કર્યું હતું.આ કાર્યશાળામાં ૫૦ જેટલા ગુજરાત રાજ્યની વિવિધ કોલેજો અને યુનિવર્સિટીઓના તેમજ બીજા રાજ્યના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે. આ કાર્યશાળા વિદ્યાર્થીઓને NET/SET, GPSC જેવી વિવિધ પરીક્ષાઓમાં સફળ થાય એવા હેતુથી આયોજન કરવામાં આવેલ છે.

 

 

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *