ગાયત્રી નગર સોસાયટી જંબુસરમાં ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

ગાયત્રી નગર સોસાયટી જંબુસરમાં ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

ગાયત્રી નગર સોસાયટી દ્વારા પ્રતિ વર્ષ ધુળેટી પર્વ દિને ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન નવયુગ વિદ્યાલય જંબુસરના સહકારથી દર વર્ષે કરવામાં આવે છે જેમાં ફાઇનલમાં માધવ ઇલેવન ક્રિકેટ ટીમ વિજેતા બની હતી.

મેન ઓફ ધી સીરીઝ શ્રી હિતેશભાઈ સાગરપુત્ર મેન ઓફ ધી સીરીઝ શ્રી હિતેન્દ્રસિંહ ઠાકોર મેન ઓફ ધી મેચ અને તેમની ટીમ ના કેપ્ટન શ્રી ગૌતમભાઈ પટીયા સહીત ફાઇનલમાં વિજેતા બન્યા હતા આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન સોસાયટી પરિવારના ઉત્સાહી યુવાન શ્રી હિમાંશુભાઈ ઘમઘમે સોસાયટી પરિવારના યુવાનોના સાથ સહકારથી સફળ બનાવ્યું હતું.

આ પ્રસંગે શ્રી પૂનમભાઈ પટેલ, શ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ, શ્રી કિરીટભાઈ મરાઠે, શ્રી જગદીશભાઈ શ્રી શાંતિલાલભાઈ શ્રી હર્ષદભાઈ શ્રી મનોજભાઈ વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *