ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ,નેત્રંગ ખાતે રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

ભરૂચ- ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર અને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ,નેત્રંગ ખાતે એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ યોજાઈ હતો. “ગઝલ સાહિત્ય : અતીત, વર્તમાન અને ભવિષ્ય.” વિષય ઉપર યોજાઈ ગયેલા આ પરિસંવાદમાં ૧૦૦ થી વધારે વિદ્યાર્થીઓ અને ૨૦થી વધારે અધ્યાપકો સામેલ થયા હતા.
પ્રખ્યાત કવિ અને હાસ્ય કટારલેખક ડો. રઈશ મણિયાર દ્વારા.’ગ’ ગુજરાતીનો ‘ગ’,અને ‘ગ’ ગઝલનો ‘ગ’ વિષય અંતર્ગત..’ગ’ ગમ્મતના ‘ગ’ સાથે શ્રોતાઓને રસતરબોળ કર્યા હતા.
‘તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે,
ભૂસાવા ક્યાં દીધો છે કક્કો? પાટીમાં રાખ્યો છે’
થી શરૂ કરીને …
‘શોધું છું પુત્રમાં ગુજરાતીપણું.
શું મેં વાવ્યું છે હવે હું શું લણું ?’…
સુધી પઠન કરીને કહેવતો, રૂઢિ પ્રયોગ,અને સાહિત્યની વાત કરીને. માતૃભાષાના વિશાળ શબ્દ ભંડોળનો આછો પરિચય કરાવ્યો હતો.ત્યાર પછી.ગુજરાતી ગઝલની સ્વરૂપગત વાત સમજાવી તે પહેલાં ફારસી,અરબી અને ગુજરાતી ગઝલના વિકાસની ઝલક આપી હતી. માતૃભાષા તથા ગઝલના સ્વરૂપ અને વિકાસની વાતો સાથે શ્રોતાઓની રસક્ષતિ ના થાય એ ધ્યાનમાં રાખીને હળવી શૈલીમાં સુરતી બોલીમાં પણ ગઝલ સંભળાવી હતી. ‘સાહિત્ય સેતુ’ વ્યારા તથા’ નર્મદા સાહિત્ય સંગમ ‘રાજપીપળા, સાહિત્યિક સહયોગી સંસ્થા તરીકે સહભાગી થઈ હતી.


સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ,નર્મદાના અધિક કલેકટર અને પૂર્વ સંયુકત શિક્ષણસચિવ શ્રી નારાયણ માધુએ પરિસંવાદના ઉદ્ઘાટન સમારોહના મુખ્ય અતિથિ પદેથી શિક્ષણની વાત કર્યું હતું. ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં આ પ્રકારના પરિસંવાદ દ્વારા અભ્યાસુઓમાં બીજારોપણ થાય છે,જેના સારાં પરિણામ આવનાર વર્ષોમાં અવશ્ય મળશે.આવા પરિણામલક્ષી પરિસંવાદ નું આયોજન નેત્રંગ સરકારી કૉલેજના આચાર્યશ્રી ડો.જી.આર.પરમારના નેતૃત્વ હેઠળ થયું હતું. પરિસંવાદના સંયોજક ડો.જશવંત રાઠોડે એને સફળ કરવા જહેમત ઉઠાવી હતી. કોલેજના પ્રો. વિક્રમ ભરવાડ, ડૉ. સંજય વસાવા, પ્રો. નારણ રાઠવા, ડૉ. મોનીકા શાહ, પ્રો. દક્ષા વળવી વગેરે એ આ સેમિનાર ના આયોજન માટે યોગદાન આપ્યું હતું.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *