જંબુસર-આમોદ તાલુકો″વિકસિત ભારત વિકસિત ગુજરાત″ થીમ અંતર્ગત જંબુસર ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીના અધ્યક્ષપદે યોજાયો.

જંબુસર – આમોદ   તાલુકો″વિકસિત ભારત વિકસિત ગુજરાત″ થીમ અંતર્ગત જંબુસર ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીના અધ્યક્ષપદે યોજાયો.
વડાપ્રધાનઅને મુખ્યમંત્રીનું મહિલાશક્તિને વર્ચ્યુઅલી સંબોધન કર્યું
જંબુસર:વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નારી શક્તિ વંદના કાર્યક્રમ ધારાસભ્ય શ્રી ડી. કે. સ્વામી ના અધ્યક્ષપદેજંબુસર તાલુકા પંચાયતના ગ્રાઉન્ડ  ખાતે  યોજાયો હતો.
આ પ્રસંગે અધ્યક્ષપદેથી ધારાસભ્ય શ્રી ડી કે સ્વામી એ જણાવ્યું હતું કે,વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્યની ૧૮૨ વિધાનસભામાં ૧૩ હજારથી વધુ સ્વ – સહાય જૂથની ૧ લાખ ૩૦ હજારથી વધુ મહિલાઓને રૂ.૨૫૦ કરોડથી વધુની રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાકીય લાભોની સહાયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું કે,વર્ષ ૨૦૧૪ માં સત્તા પર આવતા   જ દેશની મહિલાઓને પ્રધાનમંત્રી જન ધન બેંક ખાતા ખોલાવીને તેમને બેંક સાથે  જોડીને  સમાજમાં મહિલાઓને આર્થિક રીતે ઉત્કર્ષ થાય તેવા પ્રયત્નો કર્યા હતા.વધુમાં આટલેથી  ન અટકતા તેમને મહિલાઓને કેબિનેટમાં ૩૩ ટકા આરક્ષણ આપીને મહિલાઓને રાજકીય ક્ષેત્રે  આગળ આવવાનો માર્ગ મોકળો કરી આપ્યો છે.
આ પ્રસંગે આંગણવાડી કાર્યકર બહેનો તથા મિશન મંગલમ યોજનાના લાભાર્થી બહેનોએ  આર્થિક રીતે પગભર થયા તે અંગેના સ્વનુભવો વર્ણવીને લોકોને સરકારશ્રી મહિલાલક્ષી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમજ ૨૦૪૭ માં જ્યારે સમગ્ર દેશ સંપૂર્ણ વિકસિત દેશ બનશે તેમાં સ્ત્રીઓનો પણ સિંહ ફાળો રહેશે તેવું જણાવ્યું હતું.
આ વેળાએ મહાનુભાવોના વરદહસ્તે મહિલાલક્ષી વિવિધ યોજનાઓના લાભાર્થી બહેનોને અંદાજે 30 લાખ ના લાભોનું વિતરણ કરતા પ્રતીકાત્મક ચેકોનું વિતરણ પણ કરાયું હતું.
આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને વર્ચ્યુઅલ માધ્યમથી સાંભળ્યા હતા.
નારી વંદન કાર્યક્રમમાં જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામી, જંબુસરના પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા, સાગર ઘનશ્યામભાઈ પટેલ, બળવંતસિંહ પઢીયાર દ્વારા વિસ્તારમાં મહિલાઓને મળતી યોજનાકીય લાભોની વિસ્તૃત જાણકારી આપી હતી.
આ પ્રસંગે સ્વ.સહાય જૂથની મહિલાઓના ઉત્પાદિત વસ્તુઓના તથા લીડ બેંક ના ફાયનાસિયલ લીટરસી માટેના સ્ટોલનું પ્રદર્શન  યોજાયું હતું.
આ પ્રસંગે  જંબુસર પ્રાંત અધિકારી જંબુસર આમોદ મામલતદાર શ્રી, પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા,જંબુસર આમોદ – તાલુકા પંચાયતના પ્રમુખ, આમોદ નગરપાલિકાના પ્રમુખ   તેમજ જંબુસર -આમોદ નગરપાલિકાના  મુખ્ય અધિકારી તથા તાલુકા પંચાયત  સભ્યો તથા ભારતીય જનતા પાર્ટીના સંગઠન પ્રમુખશ્રીઓ  મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *