જંબુસર તાલુકાના કાવી ગામે ૭૫ માં પ્રજા સત્તાક દિનની બેન્ડ બાજા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી

આજરોજ તારીખ ૨૬/૦૧/૨૦૨૪ ના રોજ જંબુસર તાલુકાના કાવી ગામે ૨૬ મી જાન્યુઆરી ૭૫ માં પ્રજા સત્તાક દિનની બેન્ડ બાજા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

તેમાં ગ્રામ પંચાયત કાવી ની કચેરી ઉપર ગામના અગ્રણી શ્રી. રાજુભાઈ રમેશભાઈ પટેલ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.ગામ લોકો આ ધ્વજવંદન કાર્યક્રમ માં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.ગામ લોકોમાં અનેરો ઉત્સાહ દેખાઈ આવ્યો હતો.ગામના નવયુવાનો ત્રિરંગા કલરની ટ્રી-શર્ટ પહેરી રેલીમાં ઉમંગથી જોડાયેલ હતા.ત્યાર બાદ ગામના મેઈન ઝંડા ચોકમાં કાવી ગામના જ નિવૃત્ત તલાટી ક્રમમંત્રી શ્રી.ભરતભાઈ જેસંગભાઈ જારીયાઓના હસ્તે ધ્વજવંદન રાખવામાં આવ્યું હતું.આ ધ્વજવંદન કાર્યક્રમમાં આમંત્રણ ને માન આપી PSI વૈશાલી આહીર ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા.તેમજ ગ્રામ પંચાયતના સભ્યો,શિક્ષકગણ,શાળાના બાળકો,સરપંચશ્રી,ઉપસરપંચશ્રી, તાલુકા પંચાયત સદસ્ય સાજીદભાઈ મુન્શી તદુપરાંત ગામમાંથી પધારેલ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં સાર્વજનિક હાઈસ્કૂલ – કાવીના આચાર્ય શ્રી. હારૂન વહોરા સાહેબે બંધારણ વિશે સુંદર પ્રવચન કર્યું હતું.

તેમજ કાર્યક્રમના અંતમાં ગ્રામ પંચાયત કાવીના સરપંચ શ્રીમતી મીનાજબેન સાજીદ મુન્શીએ આગામી કાવી ગામે થનાર વિકાસના કામોની યાદી જાહેર કરી ગામ લોકોને જાણ કરી હતી.આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓ દ્વારા ટ્રોફી તેમજ સન્માન પત્રો અર્પણ કર્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કાવી ગામના મુખ્ય કુમાર શાળાના કર્તવ્ય નિષ્ઠ શિક્ષક શ્રી.સુરેશભાઈ હઠેસિંહ સિંધા કર્યું હતું.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *