જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ અને આરોગ્ય સમિતિના ચેરમેન રોશનભાઈ પટેલના હસ્તે ‘આયુષ મોબાઈલ મેડિકલ વાન’નો શુભારંભ

 માસમાં ઉમરપાડા અને પલસાણા તાલુકાના આંતરિયાળ ગામોમાં વસતા લોકોને ઘરઆંગણે મળશે આયુર્વેદ તથા હોમિયોપથી સારવારનો લાભ

 સુરત:જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ અને આરોગ્ય સમિતિના ચેરમેન રોશન ભાઈ પટેલના હસ્તે ‘નેશનલ આયુષ મિશન’ હેઠળ ‘આયુષ મોબાઈલ મેડિકલ વાન’નો શુભારંભ કરાયો હતો. સુરત જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા સંચાલિત ‘આયુષ મોબાઈલ મેડિકલ વાન’નો મુખ્ય હેતુ છેવાડાના અંતરિયાળ ગામોના લોકોને સરળતાથી ઘરઆંગણે આયુર્વેદ તથા હોમિયોપથી સારવારનો લાભ આપવાનો છે. ફેબ્રુઆરી માસમાં ઉમરપાડા અને પલસાણા તાલુકાના લોકોને આ વાનનો લાભ મળશે. જેમાં એક મેડિકલ ઓફિસર અને સ્ટાફ ફાર્માસિસ્ટ સહિત એક યોગશિક્ષક હાજર રહેશે. સ્વસ્થ, સમૃદ્ધ અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આયુષ શાખાની આ નવીન પહેલ થકી લોકોને આયુર્વેદ તરફ વાળવાનો પ્રયત્ન કરવામાં આવશે.

             આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અનિલ પટેલ, જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. કાજલ મઢીકર તેમજ સુરત જિલ્લાના આયુર્વેદ અને હોમિયોપેથી મેડિકલ ઓફિસરો સહિત જિ.પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *