તા.૧૦મીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે સુરતની તમામ વિધાનસભાઓમાં નિર્મિત પી.એમ.આવાસો, BLC આવાસોના ઈ-લોકાર્પણ અને ઈ-ગૃહપ્રવેશ

– વન, પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ અને આદિજાતિ આદિજાતિ વિકાસ રાજયમંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં ઈ-લોકાર્પણ કાર્યક્રમોના આયોજન અર્થે બેઠક યોજાઈ

– સુરતની ૧૬ વિધાનસભામાં ઈ-લોકાર્પણ કાર્યક્રમોમાં ૫-૫ હજાર નાગરિકો સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે

સુરતઃ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજયભરમાં નિર્માણ કરાયેલા એક લાખથી વધુ પી.એમ.આવાસો તેમજ લાભાર્થીઓ દ્વારા નિર્મિત BLC આવાસોનું આગામી તા.૧૦મી ફેબ્રુઆરીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે બનાસકાંઠાના ડિસાથી ઈ-લોકાર્પણ કરવામાં આવશે. જેના ભાગરૂપે સુરતની ૧૬ વિધાનસભાઓમાં પણ આવાસોના ઈ-લોકાર્પણ અને ઈ-ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજાશે. જેના આયોજન માટે વન, પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ અને આદિજાતિ આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજયમંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદનના સભાગૃહમાં વિવિધ વિભાગોના અધિકારીઓ, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.

બેઠકમાં વનમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્યના તમામ ૧૮૨ વિધાનસભા મતક્ષેત્રમાં કાર્યક્રમના જીવંત પ્રસારણ, આવાસોનું ઈ-લોકાર્પણ અને ઈ-ગૃહપ્રવેશ, લાભાર્થીઓની હાજરીમાં આવાસોની ચાવી સોંપણીના કાર્યક્રમો યોજાશે. સુરતની તમામ વિધાનસભા દીઠ એક ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજી પૂર્ણ થયેલા આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. સુરતની ૧૬ વિધાનસભાઓમાં પ્રત્યેકમાં ૫-૫ હજાર નાગરિકો સહિત લાભાર્થીઓને ઉપસ્થિત રહેશે.
આદિજાતિ રાજયમંત્રી કુંવરજીભાઈ હળપતિએ સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓને આપી કાર્યક્રમોના આયોજન અંગે જરૂરી સૂચના-દિશાનિર્દેશો આપ્યા હતા.


બેઠકમાં ધારાસભ્ય સર્વશ્રી ઈશ્વર પરમાર, સંદીપ દેસાઈ, અરવિંદ રાણા, પ્રવીણ ઘોઘારી, કાંતિ બલર, સંગીતા પાટીલ, મનુ પટેલ, મેયર દક્ષેશ માવાણી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, નિવાસી અધિક કલેકટર વિજય રબારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી.પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસર, સિટી પ્રાંત અધિકારી વિક્રમ ભંડારી સહિત મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *