પાણી પુરવઠા રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે ઓલપાડના વરિયાવ જુથ યોજનાના હેડવર્કસ તેમજ સબ હેડવર્કસની મુલાકાત લઈ વર્તમાન પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરી

 પૂરવઠા વિભાગના અધિકારીઓને ઉનાળામાં પાણીના આગોતરા આયોજન અંગે જરૂરી સૂચનો કરતા મંત્રી મુકેશભાઈ પટેલ

સુરત: વન, પર્યાવરણ, જળસંપતિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે ઓલપાડના વરિયાવ જુથ યોજના અંતર્ગત આવતા હેડવર્કસ તેમજ સબ હેડવર્કસની મુલાકાત લઈ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે વર્તમાન પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા બેઠક યોજી જરૂરી દિશાની નિર્દેશો આપ્યા હતા. તેમણે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને ઉનાળામાં પાણીના આગોતરા આયોજન અંગે જરૂરી સૂચનો કર્યા હતા. આગામી ઉનાળાના સમયમાં ઓલપાડ તાલુકાના ૧૦૮ ગામોમાં સર્જાતી પાણીની અગવડને ધ્યાને લઈ મંત્રીશ્રીએ અહીં જિલ્લા-તાલુકા પંચાયત સભ્યો, સરપંચો અને અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કરી નવા બોર, મોટર અને પાઈપલાઈનના જરૂરી કામોના આગોતરા આયોજન અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી.

    મંત્રીશ્રીએ ઓલપાડ તાલુકાના છેવાડાના ગામો સુધી નલ સે જલ યોજનામાં પાણીની સુવિધા પહોંચાડવામાં આવી છે, જેમાં જરૂરિયાત મુજબ પાણીની નવી પાઈપલાઈન, બોર અને મોટર માટેના કાર્યો ત્વરિત પૂર્ણ કરવા સલાહ-સૂચન કર્યા હતા.

 

               આ પ્રસંગે તા.પંચાયત ઉપપ્રમુખ કિરણભાઇ પટેલ, સંગઠન પ્રમુખ બ્રિજેશભાઈ, મહામંત્રી કુલદીપસિંહ, તા.પંચાયત કારોબારી અધ્યક્ષ જયેશભાઈ, આસપાસના ગામના સરપંચો, જિલ્લા-તાલુકા-ગ્રામ પંચાયત સભ્યો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *