ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૧૩.૭૮ mm વરસાદ નોંધાયો

ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૧૩.૭૮ mm વરસાદ નોંધાયો

ભરૂચ-  ભરૂચ જિલ્લા કલેકટરશ્રી સહિત વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર વિભાગ દ્વારા પૂરને લઈને સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશાંત જોષી,અધિક નિવાસી અધિક કલેકટરશ્રી એન.આર.ધાંધલ, પોલીસ અધિક્ષકશ્રી સહિતના અધિકારીઓ ભરૂચ સ્થિત ડિઝાસ્ટર શાખામાં ઉપસ્થિત રહીને અધિકારીઓ, કર્મચારીઓને વિવિધ સૂચનો આપી હતી.
ભરૂચ જિલ્લામાં પુરા થતા ૨૪ કલાક સુધીમાં જિલ્લામાં સરેરાશ કુલ ૧૩.૭૮ mm વરસાદ નોંધાયો છે. જેમાં, જંબુસર ૨૩ (૩૫૮) mm, આમોદમાં ૧૨ (૩૨૩) mm, વાગરા ૧૦ (૭૧૩) mm, ભરૂચ ૧૪(૭૯૨) mm, ઝધડીયા ૦૪ (૪૧૮) અંકલેશ્વર ૧૩ (૭૩૯) mm, હાંસોટ ૧૭ (૫૦૭) mm, વાલિયામાં ૧૪ (૬૨૭) mm, નેત્રંગ ૧૭ (૭૭૦ ) mm વરસાદ નોંધાયો છે. કૌંસમાં આપેલા આંકડા મોસમનો કુલ વરસાદ દર્શાવે છે.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *