ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંર્તગત કેન્સરના દર્દીઓ માટે ડે કેર કિમો થેરાપીનો મળતો મફત લાભ

આજે ‘વિશ્વ કેન્સર દિવસ

કેન્સર એટલે કેન્સલ નહિ – કેન્સર એટલે કાળજી વધાર

 ભરૂચ- કેન્સર એટલે કેન્સલ નહિ – કેન્સર એટલે કાળજી વધારવી…….. કોઈ પણ કેન્સર એ ચેપી રોગ નથી. કોઈને પણ કેન્સર થયુ હોય તો તેને સ્પર્શવાથી, રૂમ, ટૉયલેટ, ભોજન અને વાસણો જેવી સામાન્ય વસ્તુઓને શેર- આપ લે કરવાથી કોઈને પણ કેન્સર થતુ નથી. તેમજ કેન્સર રોગી સાથે જમવાથી, સૂવાથી કે પીવાથી કેન્સર ફેલાતુ નથી.

   જો કે અમુક કેન્સર વાયરસના કારણે ફેલાય છે. ઉદાહરણ તરીકે હ્યુમન પેપિલોમા વાયરસ(એચપીવી) એક યૌન સંચારિત વાયરસ છે જેનાથી સર્વાઈકલ અને એનલ કેન્સરનુ જોખમ વધે છે. હિપેટાઈટીસ બી અને હિપેટાઈટીસ સી વાયરસ પણ સંક્રમક છે અને તે યકૃતના કેન્સરની સંભાવના વધારે છે.

દર વર્ષે ભારત સરકાર દ્વારા અલગ અલગ થીમ ઉપર કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ વિશ્વ કેન્સર દિવસની થીમ “કેન્સર કેર ગેપમાં ઘટાડો” છે. કુદરતે આપણમાં ફેરફાર કરવાની શક્તિ આપી છે અને સાથે મળીને આપણે કેન્સરની વૈશ્વિક અસરને ઘટાડવામાં પ્રગતિ કરી શકીએ છીએ.

     ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ડે- કેર કિમો થેરાપી સેન્ટર વર્ષ ૨૦૨૩ થી શુભારંભ કરાયો છે. હાયપર સેન્ટરો જેવા કે, સુરત, વડોદરા, અમદાવાદ ખાતે આવેલી હોસ્પિટલની ટ્રીટમેન્ટ્ર અને થેરાપી બાદ ત્યાંથી ટ્રાન્સફર કરાયેલા દર્દીઓને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પણ રાજ્ય સરકારના અનુદાનથી ડે કેર કીમો થેરાપીની થેરાપીનો આપવામાં આવે છે. થેરાપીનો

યુષ્યમાન કાર્ડમાં કેન્સરના રોગની થેરાપીનો પણ આવરી લેવાઈ છે. જેનો લાભ લઈ શકાય છે. હાલ ડે – કેર કીમો થેરાપીનો ભરૂચ જિલ્લાના દર્દીએ લાભ લઈ રહ્યા છે. જ્યારે અંકલેશ્વર ખાતે શ્રીમતી જયાબેન મલ્ટી સ્પેશ્યાલીટી હૉસ્પિટલમાં જે. બી. મોદી કેન્સર સેન્ટરની વિવિધ સુવિધાઓનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. વધુમાં પોષણ રક્ષક ન્યુટ્રિશિયન પ્રોગ્રામ અંકલેશ્વર ખાતે કેન્સરના દર્દીઓને પોષણ કીટ પણ પૂરી પાડવામાં આવે છે.

     ૦૪ થી ફેબ્રુઆરી એટલે ‘વિશ્વ કેન્સર દિવસ’. આ દિવસે સમગ્ર વિશ્વમાં ‘કેન્સર દિવસ’ તરીકેની ઉજવણી કરે છે, જેથી કેન્સરથી પીડાતા દર્દીઓને વહેલું નિદાન, કેન્સરની ગુણવત્તાયુક્ત સારવાર અને અસાધ્ય સ્થિતિમાં દર્દીને પીડામુક્ત જીવન જીવવા માટેની સારસંભાળ વિષે જાગૃત કરી શકાય. કેન્સર એક ગંભીર બીમારી છે લોકોની આ માનસિકતાને દૂર કરવા અને મનોબળ પૂરું પાડવા તેમજ લોકોને જાગૃત કરવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન -WHO (world health organization) દ્વારા કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે.

          કેન્સરના વધતા વ્યાપને અટકાવવા માટે ભારત સરકાર વિવિધ પ્રકલ્પો રચી રહી છે .સરકારશ્રી દ્વારા સારવાર માટે વિવિધ સુવિધાઓ આપવામાં આવે છે. કેન્સરના નિવારણ અને નિયંત્રણ માટેના રાષ્ટ્રીય કાર્યક્રમ હેઠળ કેન્સર સુવિધાઓને મજબૂત કરવા માટે નાણાંકીય સહાય પૂરી પાડવા માટે યોજના અમલી છે. જેમાં અલગ અલગ સ્ટેજની સારવાર માટે સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ, દેશના વિવિધ ભાગોમાં ૨૦ રાજ્ય કેન્સર સંસ્થાઓ અને ૫૦ તૃતીય સંભાળ કેન્સર કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. જેનો વ્યાપક ઉદ્દેશ્ય તમામ રાજ્યોમાં કેન્સરની તૃતીય સંભાળ માટેની ક્ષમતા વિકસાવવાનો છે જેથી કેન્સર સંભાળ માટે દરેકને સુવિધા આપી શકાય.

        ગુણવત્તાયુક્ત માળખાકીય સુવિધાઓ, સઘન સારવાર અને ટેકનોલોજીના ઉપયોગથી સર્વગ્રાહી આરોગ્ય સેવાઓમાં ગુજરાત રાજ્ય અગ્રેસર બની રહ્યું છે. દેશભરમાં કેન્સરની સરકારી હોસ્પિટલમાં રેડીઓ થેરાપીની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. રોબોટિક મશીનની મદદથી રેડિયોથેરાપીની સારવાર શરૂ કરનાર ભારતભરમાં ગુજરાત એકમાત્ર સૌપ્રથમ રાજ્ય બન્યું છે. અન્ય રાજ્યો સહિત કેટલાક વિદેશીઓ પણ ગુજરાતની કેન્સર હોસ્પીટલમાં સારવાર માટે આવે છે .

              વિવિધ પ્રકારના જેમકે સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સર, પેટનું કેન્સર, બ્લડ કેન્સર, ગળાનું કેન્સર, ગર્ભાશયનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, મસ્તિષ્કનું કેન્સર, લિવસનું કેન્સર, બોન કેન્સર, મોઠાનું કેન્સર અને ફેંફસાના કેન્સર તેમજ તંબાકુના ઉપયોગ કેન્સરનું સૌથી મહત્વપૂર્ણ જોખમી પાસુ છે.

        કેન્સરનું જોખમ ઘટાડવા માટે શુધ્ધ ખોરાક, સિગારેટ, તમાકુ, દારૂ, ઇ સિગારેટ વગેરે બંધ કરવું જોઈએ. સીઝનના ફળ અને શાકભાજી સાથે નિયમિત કસરત અને મેડિટેશનકરવું હિતાવહ છે. આહારમાં પૂરતા પ્રમાણમાં ફાઇબર, ફળો અને શાકભાજીનો સમાવેશ કરીને, જંક ફૂડ, તમાકુ અને આલ્કોહોલને ટાળવા જોઈએ અને દરરોજ ઓછામાં ઓછી ૩૦ મિનિટ કસરત કરવાથી કેન્સર જેવા રોગોનું જોખમ ઘટાડી

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *