ભાજપ દ્વારા પાંચમી યાદી જાહેર કરાઈ
લોકસભા ચૂંટણીને લઈને ભાજપની પાંચમી એક યાદી જાહેર કરાઈ છે. જેમાં ગુજરાતની જૂનાગઢ બેઠક પર રાજેશ ચુડાસમા ઉમેદવાર બનાવવામાં આવ્યા છે,અમરેલીથી ભરત સુતરિયા ઉમેદવાર,વડોદરાથી ડૉ. હેમાંગ જોશી ઉમેદવાર ,મહેસાણા થી હીરાભાઈ પટેલ ઉમેદવાર,સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરા ઉમેદવાર,સાબરકાંઠાથી શોભનાબેન ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
આપણે જણાવી દઇએ કે,આ યાદીમાં ભાજપે 43 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં મહત્વની વાત એ છે કે, ભાજપે હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી બોલિવૂડ અભિનેત્રી કંગના રણોતને ટિકિટ આપી છે.