રૂા.૩૫ કરોડના ખર્ચે નિર્માણ થનાર સરથાણા સિંહસર્કલથી આઉટર રિંગ રોડ સુધીના ૨ કિ.મી.ના આઈકોનીક રસ્તાનું ખાતમુહૂર્ત કરતા શિક્ષણ રાજયમંત્રી પ્રફુલભાઇ પાનશેરીયા

– નાર સમયમાં સુરત સિટી ડેવલપમેન્ટનું રોડ મોડેલ બની સમગ્ર વિશ્વભરમાં ઉભરશે :શિક્ષણ રાજયમંત્રી પ્રફુલભાઇ પાનશે

-સુરતના ઘરેણું સમાન વધુ એક આઈકોનિક રોડની સુરતીઓને ભેટ મળશે: મેયર દક્ષેશભાઇ માવાણી

સુરતઃ સુરત મહાનગરપાલિકા દ્વારા સરથાણા ખાતે સિંહસર્કલ જંકશનથી શિવ પ્લાઝા – વ્રજ એન્ટોનિયા થઈને આઉટર રિંગ રોડને જોડતો અંદાજીત ૩૫ કરોડના ખર્ચે બે કિ.મી.ની લંબાઈના આઈકોનિક રસ્તાનું શિક્ષણ રાજયમંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણી ઉપસ્થિત રહ્યા હતા.

             સુરતને આધુનિક આઈકોનિક રોડ મળ્યો તે વાતની ખુશી વ્યક્ત શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ધદ્રષ્ટિ અને મક્કમ નેતૃત્વના લીધે ગુજરાત દરેક ક્ષેત્રમાં અગ્રેસર બનીને ઊભરી આવ્યું છે. સામાન્ય નાગરિકોના કલ્યાણ માટેની યોજના હોય કે પછી વિશ્વકક્ષાના વિકાસના પ્રોજેક્ટ હોય તે વડાપ્રધાનશ્રીના બે દાયકાના સુશાસનનું પરિણામ છે.

             આવનાર સમયમાં સુરત સિટી ડેવલપમેન્ટનું રોડ મોડેલ બની સમગ્ર વિશ્વભરમાં ઉભરશે તેમ જણાવતા શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓ સાથે ગુણવત્તાસભર શિક્ષણ થકી શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિના નવા સોપાન સર શિક્ષણ વિભાગ માટે બજેટમાં કુલ રૂ.૫૫,૧૧૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આવનાર ૫ વર્ષમાં બે લાખ બાળકો માટે વિનામૂલ્યે હોસ્ટેલ સાથેની સરકારી શાળાની વ્યવસ્થા કરવામાં આવશે તેમ કહ્યું હતું. 

સુરતના એન્ટ્રી ગેટ સમાન સરસાણા સિંહસર્કલથી ૯૦ મી. આઉટર રિંગરોડને જોડતો ૬૦ મીટરની પહોળાઈ ધરાવતા બે કિલોમીટરના રોડને આઈકોનિક તરીકે ડેવલપ થતા જ સુરતને વધુ એક ભેટ મળશે. આ રોડ પર નાગરિકોને બેસવા માટે પબ્લિક સિંટિંગ અને સ્ટ્રીટ ફર્નિચરની સુવિધા સાથે BRTSની સુવિધા, વોક-વે, સર્વિસ રોડ, સાઈકલ ટ્રેક તેમજ સ્ટ્રીટ ફર્નિચર ઉભા કરાશે. લગભગ બે કિ.મી. લંબાઈ ધરાવતા આ રોડની બંન્ને સાઈડ 3 મીટરની ફુટપાથ બનાવાશે અને રોડની મેઈન કેરેજવે પહોળાઈ બંન્ને ૯ મીટરની હશે. આઈકોનિક રોડ પર થીમ આધારિત લેન્ડસ્કેપ અને બ્યુટિફિકેશન અને પ્લાન્ટેશન કરવામાં આવશે તેમજ રાજ્ય સરકાર રોડ એક્સ્પાન્શન અને અપગ્રેડેશન કરવાની દિશામાં પણ કામ કરી રહી છે એમ શિક્ષણમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

             આ અવસરે મેયર દક્ષેશભાઈ માવાણીએ ગુજરાત સરકારે દરેક ક્ષેત્રમાં સમાન્તર વિકાસને પ્રાધાન્ય આપ્યું છે એમ જણાવતા કહ્યું હતું કે, આવનાર સમયમાં સુરત શહેરનું ઘરેણું સમાન આઈકોનિક રોડની ભેટ મળશે. સુરતમાં હાલ રોડ, ટ્રેન, પોર્ટ અને એર ક્નેક્વિવિટીના બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ટરને કારણે દેશ-દુનિયાના લોકો વેપાર, ઉદ્યોગ અને રોકાણ માટે ગુજરાત સાથે સુરતને પ્રથમ પસંદગી કરી રહ્યા છે.

              આ અવસરે કોર્પોરેટર સર્વશ્રી સ્વાતિબેન ક્યાડા, વિપુલભાઈ મોવલિયા, કનુભાઈ ગેડીયા, શહેર ઉપાધ્યક્ષ લક્ષમણભાઈ કોરાટ, મહામંત્રી, સંગઠન હોદ્દેદારો, સુરત મનપાના અધિકારી – કર્મચારીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *