વિશ્વવિદ્યાલયમાં પરંપરાગત પોશાકમાં વિદ્યાર્થીઓને પદવી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો

વિશ્વવિદ્યાલયમાં પરંપરાગત પોશાકમાં વિદ્યાર્થીઓને પદવી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો
આપણી સંસ્કૃતિને જાળવી રાખવા રાજ્યના પરંપરાગત પોશાકમાં વિદ્યાર્થીઓને પદવી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેમાં વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારોહમાં કેડિયુ અને સાડી અથવા ચણીયા-ચોળી પણ પહેરી શકાશે. વીર નર્મદ દક્ષિણ વિશ્વવિદ્યાલયમાં ૨૬ ફેબ્રુઆરી,૨૦૨૪ ના રોજ ૫૫મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાશે. વીર નર્મદ દક્ષિણ વિશ્વવિદ્યાલયના કુલપતિશ્રી ડૉ. કિશોરસિંહ એન. ચાવડા તથા કુલસચિવશ્રી ડૉ. રમેશદાન સી. ગઢવી એ તમામ વિદ્યાર્થીઓ તથા મહેમાનશ્રીઓને અપીલ કરી છે કે જેમાં પદવી લેનારા વિદ્યાર્થીઓ સહિતના મહેમાનોએ હેન્ડલૂમ કાપડમાંથી બનેલા વસ્ત્રો પહેરવા. ખાસ કરીને કુર્તો અને પાયજામો કે ધોતી અથવા કેડિયું પહેરવાનું રહેશે, જ્યારે મહિલાઓએ સૂટ અને સલવાર કે સાડી, ચણીયા ચોળી પહેરવાની રહેશે. અહીં વાત એમ છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અને યુજીસીએ જે તે રાજ્યના પરંપરાગત પોશાકને પ્રોત્સાહન આપવાની સાથે તેને પદવીદાન સમારોહમાં સામેલ કરવા સૂચના પણ આપેલ છે. એથી વિદ્યાર્થીઓને રાજ્યના પરંપરાગત પોશાકમાં પદવી આપવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત વિશ્વવિદ્યાલયને ૬૦ વર્ષ પણ પૂર્ણ થઈ રહ્યા છે તે ખુશીમાં વિશ્વવિદ્યાલય અનોખી રીતે ૫૫માં વાર્ષિક પદવીદાન સમારોહની ઉજવણી કરનાર છે.
૫૫માં વાર્ષિક પદવીદાન સમારોહમાં ૧૪૬ વિદ્યાર્થીઓને પારિતોષિક, મેડલ અને પ્રાઈઝ તથા ૧૭,૩૨૩ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે, વિશ્વવિદ્યાલયના ૫૫માં વાર્ષિક પદવીદાન સમારોહમાં ૧૧ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને સ્નાતક, અનુસ્નાતક, ડિપ્લોમા, પીએચ.ડી સહિતની પદવી એનાયત કરવામાં આવશે. દાતાઓની શરત આધીન સૌથી વધુ સીજીપીએ કે સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને પારિતોષિકની સાથે મેડલ એનાયત કરાશે. પદવીદાન સમારોહમાં સ્નાતક, અનુસ્નાતક સહિત અંદાજિત કુલ ૧૭,૩૨૩ પદવી એનાયત કરાશે.
તો આપણી સંસ્કૃતિને જાળવીને આપણા પરંપરાગત પોશાકમાં જ પદવી સમારોહમાં જોડાઈએ.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *