વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી,સુરત ના NSS વિભાગદ્વારા રાજ્ય કક્ષાની રાષ્ટ્રીય સેવા યોજના દિવસની ઉજવણી-2023 અંતર્ગત ભાગ લેવા માટે યુનિવર્સિટી કક્ષાની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયુ

રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી,સુરત દ્વારા તારીખ 13 સપ્ટેમ્બર 2023 ના રોજ સેમિનાર હોલ, વી..ન.દ.ગુ.યુનિવર્સિટી, સુરત ખાતે રાજ્ય કક્ષાની રાષ્ટ્રીય સેવા યોજના દિવસની ઉજવણી-2023 અંતર્ગત ભાગ લેવા માટે યુનિવર્સિટી કક્ષાની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ હતું. યુનિવર્સિટી કક્ષાની નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, શીઘ્ર કાવ્ય, શ્લોક પઠન, વાદ્ય સંગીત, એકપાત્રીય અભિનય, ગરબા અને રંગોળી જેવી કુલ આઠ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં એન.એસ.એસ. યુનિટ ધરાવતી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત સંલગ્ન જુદી-જુદી કોલેજોમાંથી ૨૨૦ જેટલા સ્વયંસેવક/સેવિકાઓ ભાગ લીધો હતો.

ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે IQAC ડાયરેક્ટર અને કોમ્પ્યુટર સાયન્સ વિભાગના વડાશ્રી ડૉ. અપૂર્વભાઈ દેસાઈ અને ડેપ્યુટી રજીસ્ટ્રારશ્રી ડૉ. દીપેશ પટેલ અને એન.એસ.એસ.ના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટરશ્રી ડૉ. પ્રકાશચંદ્ર ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડો. મદનસિંહ દેસાઈ, ડો.ફરીદાબેન માંડવીવાલા, ડો. શોભના પ્રજાપતિ, ડો. રિટાબેન ત્રિવેદી, ડો. નયનાબેન નાયક, ડો. મયંક સોઢા, ડૉ. ભારતીબેન કાપડિયા, ડો. હેતલ ગજ્જર, ડૉ. કૃતિ પટેલ, શ્રી કૃણાલ કંસારા, શ્રી રાહુલભાઈ કંથારિયા, ડો. ખુશ્બુ દેસાઈ અને ડો. મનીષ ગોન્ડલિયા હાજર રહ્યા હતા. વધુમાં એન.એસ.એસ. વિભાગ ના કો-ઓર્ડીનેટર ડૉ.પ્રકાશચંદ્ર એ ભાગલેનાર સ્પર્ધકોને પ્રોત્સાહન સંબોધન આપી તેમનાંમાં જોશ ભર્યો હતો. ત્યારબાદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ જુદી-જુદી જગ્યાએથી સ્પર્ધાની શરૂઆત કરવામાં આવેલ હતી.

કાર્યક્રમના અંતે યુનિવર્સિટીના આદરણીય કુલસચિવશ્રી ડૉ. રમેશદાન ગઢવી સાહેબ એ ભાગ લીધેલ તમામ સ્વયંસેવકોને શુભેચ્છા પાઠવી અને ઉદબોધન આપ્યું હતું. ત્યારબાદ આદરણીય કુલસચિવશ્રી ડૉ. રમેશદાન ગઢવી સાહેબ, એન.એસ.એસ.ના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટરશ્રી ડૉ. પ્રકાશચંદ્ર અને જે-તે સ્પર્ધાના નિર્ણાયકશ્રીઓના વરદહસ્તે પ્રથમ, દ્રિતીય અને તૃતિય ક્રમાંક પ્રાપ્ત કરનારને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવેલ હતા. વિજેતા થયેલ સ્વયંસેવકો આગામી તા.૨૨ થી ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ સરદાર પટેલ યુનિવર્સિટી,આણંદ ખાતે આયોજિત રાજ્ય કક્ષાની રાષ્ટ્રીય સેવા યોજના દિવસની ઉજવણી-૨૦૨૩માં ભાગ લેશે.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *