વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે Dialogue on Retrospection of our Developmental journey and the way Ahead વિષય પર કાર્યશાળા યોજાઈ ગઈ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે Dialogue on Retrospection of our Developmental journey and the way Ahead વિષય પર કાર્યશાળા યોજાઈ ગઈ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતનનાં વહીવટી ભવનના સેનેટ હોલમાં આજે તા.૨૭/૦૯/૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ થી ૨:૦૦ કલાક દરમિયાન “Dialogue on Retrospection of our Developmental journey and the way Ahead” વિષય પર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું . આ કાર્યશાળામાં મહાત્મા ગાંધી ગ્રામ અભ્યાસ વિભાગ અને સમાજશાસ્ત્ર વિભાગના શૈક્ષણિક કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, યુનિવર્સીટીના રીસર્ચ સ્કોલર, શોધ ફેલોશીપ મેળવનાર વિદ્યાર્થીઓ, સેનેટ અને સિંડિકેટ સભ્ય વગેરે હાજર રહ્યા હતા.
કાર્યક્રમના અધ્યક્ષ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડોક્ટર કિશોરસિંહ ચાવડા સાહેબ હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. ભરતભાઈ ઠાકોર સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન ગજાનંદ ડાંગેજી હતા.
કાર્યક્રમને આગળ વધારતા ડો. ભરતભાઈ ઠાકોર સાહેબે ઉપસ્થિત તમામ મહેમાનો, શૈક્ષણિક કર્મચારીઓ, યુનિવર્સિટીના રીસર્ચ સ્કોલર, શોધ ફેલોશીપ મેળવનાર વિદ્યાર્થીઓ, સેનેટ અને સિંડિકેટ સભ્યોને શાબ્દિક આવકાર આપ્યો હતો.


કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય દ્વારા થઈ હતી. ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમાં કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી ગજાનંદ ડાંગે સાહેબનું સ્વાગત માનનીય કુલપતિજી દ્વારા નર્મદ પ્રતિમા, પુસ્તક અને યુનિવર્સિટી ખેસ દ્વારા કરવામાં આવ્યું હતું. માનનીય કુલપતિજીનું સ્વાગત ડો. દીપકભાઈ ભોયે સાહેબ દ્વારા નર્મદ પ્રતિમા, પુસ્તક અને યુનિવર્સિટી ખેસ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના બીજા મહેમાન અક્ષયા આપ્ટેજીનું સ્વાગત યુનિવર્સિટીના કુલ સચિવ શ્રી દ્વારા નર્મદ પ્રતિમા, પુસ્તક અને યુનિવર્સિટી ખેસ દ્વારા કરવામાં આવ્યું હતું. કુલ સચિવ શ્રી નું સ્વાગત મધુભાઈ ગાયકવાડ દ્વારા નર્મદ પ્રતિમા, પુસ્તક અને યુનિવર્સિટી ખેસ દ્વારા કરવામાં આવ્યું હતું.

સ્વાગત વિધિ બાદ માનનીય કુલપતિજી દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે જળવાયું પરિવર્તનની પર્યાવરણ પર પડેલી નકારાત્મક અસરો અને કુદરતી સંપતિના ઉપયોગ બાબતે માનવો દ્વારા કરવામાં આવેલું અવિવેક બાબતે ચર્ચા કરી હતી. તેમણે કાર્યક્રમના બે મુખ્ય મહેમાનો વિશે સંક્ષિપ્ત પરિચય આપ્યો હતો.

ત્યારબાદ કાર્યક્રમના બંને મુખ્ય મહેમાનોનો વિશેષ પરિચય ડો. દીપકભાઈ ભોએ સાહેબ દ્વારા કરાવવામાં આવ્યો હતો.

કુલપતિ શ્રી દ્વારા સ્વાગત અભિભાષણ આપવામાં આવ્યુ હતું .

વર્કશોપના મુખ્ય મહેમાન શ્રી ગજાનંદ ડાંગેજીની સંસ્થા યોજક અને યુનિવર્સિટીના રૂરલ સ્ટડીઝ વિભાગ વચ્ચે ભવિષ્યને ધ્યાનમાં રાખીને સંશોધન કાર્ય માટે MoU થયા હતા.
સંશોધન કાર્યના MoU બાદ, કાર્યક્રમના મુખ્ય મહેમાન ગજાનંદ ડાંગીજીએ વક્તવ્ય આપ્યું હતું. તેમણે પોતાના વક્તવ્યનો આરંભ સંવાદ નામે કાર્યક્રમ જે પોતે ચલાવે છે તેનાથી કર્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત તેઓ મૂળ ભારતીય પ્રણાલીઓ ઉપર સંશોધન કરી તેની સમાજમાં પુનઃ સ્થાપના કરવાનું કામ કરે છે. આ કાર્યક્રમમાં તેમણે મુખ્યતઃ ચાર બાબતો પર ભાર મૂક્યો હતો. જે આ મુજબ છે: (૧) વર્તમાન વિકાસનું તત્વજ્ઞાન અને તેની અસર, (૨) વિકાસનું ભારતીય તત્વજ્ઞાન, (૩) ભારતીય જનજાતિ સંબંધિત બાબતો પર સંશોધન કાર્ય અને (૪) સંશોધન પ્રશ્ન. તેમને પોતાના પ્રવચનને આગળ વધારતા વિનોબા ભાવેનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, વિનોબા ભાવે એ એક મોટું અધ્યયન કરીને જણાવ્યું હતું કે ભારત સ્વતંત્ર ગામોનો સ્વતંત્ર દેશ હતો. પરંતુ આક્રમણોના કારણે સ્વતંત્ર ગામોનો પરતંત્ર દેશ બન્યો. અંગ્રેજી શાસન આવતા તે પરતંત્ર ગામોનો પરતંત્ર દેશ બન્યો. ત્યારબાદ સ્વતંત્રતા મળતા પરતંત્ર ગામનો સ્વતંત્ર દેશ બન્યો. આપણે તેને ફરીથી સ્વતંત્ર ગામનો સ્વતંત્ર દેશ બનાવવાનો છે કેમ તેમણે જણાવ્યું હતું. તેમણે ભારત વિકાસ યાત્રાના મહત્વના પડાવ વિશે વાત કરી હતી. આમાં તેમને ત્રણ ભાગ દર્શાવ્યા હતા. તેમાં પંચવર્ષીય યોજનાઓ, વિકાસના કેન્દ્રીકરણનો ખ્યાલ, મોટા ઉદ્યોગો, ગરીબી હટાવો, સમાન વિતરણ સબસીડી, ઉદારીકરણ, મૂડીવાદ, વૈશ્વિકરણ વગેરેની વાત કરી અને તેની ભારતીય સમાજ પર પડેલી સમગ્રતયા આડઅસરો વિશે સમજ આપી હતી. ત્યારબાદ તેમણે વિકાસના પદચિહ્ન વિશે વાત કરી હતી.

તેમાં તેમણે 75 વર્ષમાં ખેતીવાડી વ્યવસાયની ખરાબ સ્થિતિની વાત કરી હતી. વિગત વર્ષોમાં ખેતીવાડી ક્ષેત્રે મોનોક્રોપીંગનું વધેલું પ્રમાણ, જેનાથી બિયારણ ક્ષેત્રે જૈવ વિવિધતામાં થયેલું નુકસાન, હાઇબ્રીડ બિયારણોના ઉપયોગથી થયેલું નુકસાન વગેરે બાબતોનું અધ્યયન કરી, નુકસાનનો અંદાજ મેળવી મૂળ ભારતીય ખેત પરંપરાઓને પુનઃસ્થાપિત કરવા જણાવ્યું હતું. 75 વર્ષ દરમિયાન ખેતીવાડી ક્ષેત્રે જે સરકારી પોલીસી ચાલતી હતી તેનાથી ખેતીમાં આવક કરતા જાવક વધવાની અને માર્કેટ આધારિત ખેતીવાડી વધતા ભારતીય ખેતી વ્યવસાય વિવિધતામાં અને આર્થિક બાબતોમાં ખેડૂતોને ખૂબ જ નુકસાન થયાનું જણાવ્યું હતું. તેમણે ખેતીવાડી ક્ષેત્રે 75 વર્ષ દરમિયાન થયેલા રાસાયણિક ખાતરોના ઉપયોગના લીધે જમીનને અને જમીન જૈવ વિવિધતાને થયેલા નુકસાન વિશે આકલન આપ્યું હતું. તેમણે ખાદ્યતિલ વિશે વાત કરતા જણાવ્યું હતું કે ખાદ્યતેલનું ઉત્પાદન અને આયાતમાં ઉત્પાદન કરતા આયાત વધી ગઈ છે. તેમણે ભારતના તેલ અને વિદેશી તેલના લાભાલાભ ગણાવ્યા હતા. તેમણે ગામોમાં નીકળતા તેલ હવે બંધ થઈ બંધ થઈ ગયા તે વિશે અને વિકેન્દ્રીકૃત ઉદ્યોગો બંધ થઈ ગયા તે વિશે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે પોતાના વક્તવ્યમાં ગરીબી રેખા નીચે જીવતા ભારતીયોની વાત કરી હતી. આમાં તેમણે થઈ રહેલા વધારાની વાત કરી હતી. તેમણે જળવાયું પરિવર્તનની ભારતીય ભૂગોળ પર અને ભારતના રાજ્યો, શહેરો તથા ગામડાઓની સ્થાનિક ભૂગોળ પર પડેલી નકારાત્મક અસરોની વાત કરી હતી. તેમણે જળવાયુ પરિવર્તનની ચોમાસાના મૂળ ઢાંચા પર પડેલી વિપરીત અસરના લીધે સ્થાનિક જળવાયુ પરિવર્તનમાં આવેલા બદલાવો પર અધ્યયન કરવાની વાત કરી હતી. જળવાયુ પરિવર્તનની કુદરતી સ્ત્રોતો પર પડેલા નકારાત્મક પ્રભાવની તેમણે વાત કરી હતી. આ બાબત હવે ગામો સુધી પહોંચી છે તે વિશે તેમણે ધ્યાન દોર્યું હતું અને તેમાંથી બચવા માટે સંશોધન કરવાની સલાહ આપી હતી. તેમણે જૈવ પારિસ્થિતિકી બાબતે ભારતના પશ્ચિમ ઘાટ પર જૈવ વિવિધતા બાબતે થયેલા અધ્યયનને વાંચવાની ભલામણ કરી હતી. તેમણે ગત સરકારોએ 75 વર્ષના વહીવટ દરમિયાન લીધેલા નિર્ણયોના કારણે ખેતીવાડી અને અન્ય ક્ષેત્રોમાં પડેલી નકારાત્મક અસરો વિશે વાત કરી હતી. તેમાં તેમણે શ્વેતક્રાંતિ, વિદેશી પશુ પ્રજનન ટેકનોલોજી અને તેની ભારતીય જન આરોગ્ય પર પડેલી અસરો અને પુનઃ ભારતીય પરંપરાગત પ્રાણી વિજ્ઞાન તરફ જવાની તેમણે વાત કરી હતી. તેમણે આઝાદી પછી વ્યવસાય અને રોજગાર સંબંધી જુદી જુદી સરકારઓએ લીધેલા નિર્ણયોના હિસાબે તમામ કુદરતી સંસાધનો ક્ષતિગ્રસ્ત થયા, ગ્રામીણ સ્થળાંતર થયું અને રોજગારી વગેરેના પ્રશ્નો સર્જાયા તે વિશે વિગતે માહિતી આપી હતી. સરકારની મોટા ઉદ્યોગોલક્ષી નીતિના કારણે આમ જનતાની વ્યવસાયમાં ભાગીદારી ઘટી ગઈ તે વિશે તેમણે વાત કરી હતી. પક્ષીય રાજકારણના હિસાબે મત અને લાભની રાજનીતિની લોકમાનસ પર નકારાત્મક અસર પડી. તેમાંથી મુક્ત થવા બાબતે લોકોને જાગૃત કરવાનું તેમણે સૂચન કર્યું હતું. સરકારોની મતની રાજનીતિના કારણે, સબસીડી આપવાના કારણે લોકો જીવવા માટે સરકાર પર નિર્ભર થતા ગયા. તેથી સમાજમાં સ્વ પુરુષાર્થની પ્રવૃત્તિમાં ઓટ વર્તાણી. જેનું નુકસાન અંતે સમાજને થયું તે વિશે તેમણે કારણોસહિત ચર્ચા કરી હતી. આ બધી બાબતોને લીધે ભારતનો સ્વ વિકાસનો મૂળ ખ્યાલ નાશ પામ્યો. મૂળ ભારતીય કૌશલ્યો નાશ પામ્યા એમ તેમણે જણાવ્યું હતું. વિકાસના ભારતીય તત્વજ્ઞાન વિશે વાત કરતા તેમને જણાવ્યું હતું કે ભારતની પ્રજા પોતાના અધિકારો વિશે પોતે જ નક્કી કરે નહીં કે સરકાર. જે ભારતીય પરંપરા મુજબ યોગ્ય પણ છે તેમ તેમણે જણાવ્યું હતું.

 

તેમણે ભારતીય વિકાસ ચિંતનને ભારતીય સંદર્ભમાં વિચારવાની વાત કરી હતી. તેમણે ભારતના વિકાસના માર્ગો વિશે વાત કરતા જણાવ્યું હતું કે કુદરતને આધીન રહીને વિકાસના માર્ગો બનાવવા જોઈએ, કુદરતના વિરુદ્ધમાં જઈને નહીં. કુદરતી સ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્પાદન વધારવું જોઈએ તેમ તેમણે ઉત્પાદન બાબતે કહ્યું હતું. તમામ બાબતોનું વિકેન્દ્રીકરણ, સ્થાનિકત્વ, વિવેકી વિતરણ, સ્વાવલંબન અને પરસ્પર અવલંબન, સ્વાયત વ્યવસ્થા નિર્માણ ઇત્યાદી બાબતો વિશે ભારતીય સંદર્ભોને ધ્યાનમાં રાખીને આયોજન કરવું જોઈએ તેમ તેમણે સૂચવ્યું હતું. તેમણે તેમની સંસ્થા યોજક કઈ બાબતે અધ્યયન અને ભાગીદારી કરવી તે વિશે કેમ કેમ કામગીરી કરે છે તે બાબતે વાત કરી હતી. તેમની સંસ્થા સામુદાયિક જંગલ, પરંપરાગત જ્ઞાન, સ્વશાસન, નવી વ્યવસ્થા, પરંપરાગત જ્ઞાનનું દસ્તાવેજીકરણ, વિકેન્દ્રીકરણ વગેરે બાબતો સંદર્ભે ભારતની જુદી જુદી સરકારી અને ખાનગી સંસ્થાઓ સાથે જોડાઈને ભારતીય સંદર્ભમાં કઈ રીતે કામ કરે છે તે વિશે માહિતી આપી હતી. ભારતની જનજાતિ સંદર્ભે સંશોધનકાર્ય પર ભાર મુકતા તેમણે જણાવ્યું હતું કે આદિવાસી સમાજ, તેનું અર્થતંત્ર, સમાજ વ્યવસ્થા, શિક્ષણ, પરંપરાગત સંસ્કૃતિ, રીતીરિવાજો, ધર્મ, જંગલ આધારિત જીવન વગેરે પર સંશોધન કાર્ય કરવા આગળ આવવું જોઈએ. તેમની સંસ્થા કઈ બાબતો પર સંશોધન કરવું જોઈએ તે વિશે પણ માર્ગદર્શન આપે છે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે મુળ ભારતીય શાસ્ત્રોને ધ્યાનમાં રાખીને નવી નીતિઓ બનાવવા મૂળને જોઈને આગળનો રસ્તો નિશ્ચિત કરવાની વાત કરી હતી. તેમણે સંતુલિત વિકાસ વગેરેની વાત કરી હતી. તેમણે ભારતના તહેવાર ખાનપાન વગેરે તમામ વ્યવસ્થા ઋતુ પ્રમાણે કુદરતી બાબતો સાથે કઈ રીતે તાલમેલ ધરાવે છે તે વિશે વિગતે વાત કરી હતી. તેમને ભારતીય વ્યવસ્થાને કર્તવ્ય આધારિત ગણાવી હતી અને જણાવ્યું હતું કે ભારત સમગ્રતયા વિચારે છે વ્યક્તિગત નહીં.
કાર્યક્રમના અંતમાં યુનિવર્સિટીના માનનીય કુલ સચિવ શ્રી દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમની પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *