સમગ્ર જિલ્લાના પેટ્રોલપંપ, હોટલ, ગેસ્ટ હાઉસ સહિતના તમામ જાહેર સ્થળોએ (નાઈટવિઝન તથા હાઇડેફીનેશન) વીથ રેકોર્ડીંગ સીસ્ટમ ધરાવતા સી.સી.ટી.વી.કેમરા ગોઠવવા જાહેરનામું..

દારી કાર્યરીતી અધિનિયમ કલમ-૧૬૩ની કલમ-૧૪૪ અન્વયે જાહેરનામું 

 

ભરૂચ: ગૃપ્તચર સંસ્થાઓના વખતો વખત પ્રસિધ્ધ થતાં અહેવાલો ના વર્તમાનમાં અને ભુતકાળમાં બનેલ તથા તાજેતરમાં વિવિધ જગ્યાઓએ બોમ્બ બ્લાસ્ટ દ્વારા જાનહાની,માલ-મિલ્કતોને નુકશાન પહોંચાડી ભયનો માહોલ સર્જવાની ઘટનાઓ બનેલ છે, અને આ પ્રકારની અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો મોટે ભાગે રાજય બહારના વિસ્તારમાંથી પ્રવેશી ખાનગી વાહનોના ઉપયોગ ધ્વારા હોટલ/ગેસ્ટ હાઉસ,મોટા રેસ્ટોરન્ટ, બેંકીંગ સંસ્થાઓ, એ.ટી.એમ.સેન્ટરો, મલ્ટી પ્લેસ થિયેટર, લોજીંગ, બોર્ડીંગ, ધર્મશાળાઓ, પેઢીઓ, ઔદ્યોગિક એકમો, પેટ્રોલ પંપો. ટોલ પ્લાઝા, ધાર્મિક સ્થળો, સોના-ચાંદીની દુકાનો, શીયલ સેન્ટરો સહીતના જહેર સ્થળોએ રોકાણ કરી હીલચાલ કરી ભાગોલીક પરિસ્થિતિથી વાકેફ થઈ આ પ્રકારની પ્રવૃત્તિ આચરતા હોય છે. જેના કારણે જાહેર સલામતી શાંતીનું વાતાવરણ જોખમાવાના કારણે આમ નાગરીકો તેમજ પ્રજમાં અસુરક્ષાનો માહોલ ફેલાય છે. અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી હોય છે.

              જેથી આ પ્રકારના તત્વોને નિયંત્રણમાં લેવા સારૂ તેઓ ઉપર સઘન દેખરેખ રાખી શકાય તેમજ આ પ્રકારની પ્રવૃત્તિઓના બનાવો બનતા અટકાવી શકાય તે હેતુસર ઉપરોક્ત તમામ જગ્યાઓએ સી.સી.ટી.વી.કેમરા (નાઈટવિઝન તથા હાઇડેફીનેશન) વીથ રેકોર્ડીંગ સીસ્ટમ રાખવામાં આવે તો આતંકવાદી તત્વો દ્વારા આચરવામાં આવતી બોમ્બ બ્લાસ્ટની પ્રવૃતિને અંજામ આપતાં પહેલાં જ અંકુશમાં લઈ શકાય અને ગુનાખોરી પ્રવૃતિઓ જેવી કે ચોરી, ધાડ, લૂંટ, ચીલઝડપ જેવાં મિલ્કત સબંધી ગુનાઓ બનતાં અટકાવી શકાય અને ગુનો બન્યા પછી તેનો ભેદ ઉકેલવામાં તપાસ એજન્સીઓને મદદ મળી રહે. જેથી ઉપરાંત જણાવેલ તમામ સ્થળોએ સી.સી.ટી.વી કેમેરા (નાઈટવિઝન તથા હાઈડેફીનેશન) વીથ રેકોડીંગ સિસ્ટમ સાથે લગાડાવી ઉપરોકત તમામ પ્રવૃત્તિઓ ઉપર જરૂરી નિયંત્રણો મુકવા જાહેરહિત અને જીલ્લાની સુરક્ષા માટે જરૂરી જણાય છે.

           એન.આર.ધાધલ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ ફોજદારી કાર્યરીતી અધિનિયમ, ૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે સત્તાની રૂ એ ભરૂચ જીલ્લા સમગ્ર વિસ્તારમાં આવેલ હોટલો લોજ ગેસ્ટ હાઉસો/ ધર્મશાળાઓ તથા હોસ્ટેલો (ભાડાથી, રાહત દરે ચાલતી કે સખાવતથી ચાલતી તમામ સરકારી, ખાનગી કે ધાર્મિક ટ્રસ્ટની વ્યવસ્થાઓ / સંસ્થાઓ ) તેમના ત્યાં રહેવા આવતા તમામ માટે મહેમાનો/ મુસાફરોની સંપૂર્ણ વિગતો જેવી કે, નામ, સરનામા, ફોન / મોબાઈલ નંબર, કોટા, ઓળખકાર્ડ, જે વાહન લઈને આવેલ હોય તે વાહનનો રજીસ્ટ્રેશન નંબર અને કંપની / મોડલ દર્શાવતી વિગતો નિયત અને અધિકૃત કરાયેલા રજીસ્ટરોમાં રાખવા તથા ભરૂચ જિલ્લામાં આવેલ તમામ હોટલો, ટોલ પ્લાઝાઓ, પેટ્રોલપંપ ઉપરનાં ડીલીંગ સ્ટેશન, સીએનજી) એલપીજી પંપ ઉપરનાં ફીલીંગ સ્ટેશન, તથા તેની બાજુમાં આવેલ દુકાનના માલિકો, મેનેજરી, સંચાલક, ટ્રસ્ટીઓએ નીચે જણાવેલ શરતોને આધીન સી.સી. ટી.વી. કેમેરા ગોઠવવાના રહેશે.

          (૧) જીલ્લામાં આવેલ તમામ હોટલ/ગેસ્ટ હાઉસ, મોટા રેસ્ટોરન્ટ, બેકીંગ સંસ્થાઓ, એ.ટી.એમ.સેન્ટરો, મલ્ટી પ્લેશ થીયેટર, લોજીંગ, બોર્ડીંગ, ધર્મશાળાઓ, આંગડીયા પેઢીઓ, ઔધોગિક એકમો, ધાર્મિક સ્થળો, સોના,ચાંદીની દુકાનો, કોમર્શીયલ સેન્ટરો, પેટ્રોલ પંપ તથા હોટલો ઉપર તથા હાઈવે ઉપર આવેલ તમામ ટોલ પ્લાઝાઓ ઉપર વાહનનો રજીસ્ટ્રેશન નંબર સ્પષ્ટ રીતે દેખાય તે રીતે તેમજ વાહન ચાલક તથા તેની બાજુમાં બેઠેલી વ્યકિતઓનું વીડીયો રેકોડીંગ થઈ શકે તેમજ બેંકિંગ સંસ્થાઓ, આંગડીયા પેઢીઓ, સોના-ચાંદીની દુકાનો અને કોમશિયલ સેન્ટરોમાં આવતાં-જતાં તમામ વ્યકિતઓ સ્પષ્ટ રીતે ઓળખી શકાય તે રીતે સી.સી.ટી.વી કેમેરા, નાઈટ વિઝન કેમેરા હાઈડેફીનેશન સાથે ગોઠવવાના રહેશે.

(૨) સી.સી.ટી.વી કેમેરા (નાઈટવિઝન તથા હાઈ ડેફીનેશન) વીથ રોકોર્ડીંગ સિસ્ટમની વ્યવસ્થા કરવાની કરવાની રહેશે.

(૩) સી.સી.ટી.વી કેમેરાનો ડેટા ઓછામાં ઓછા ૩૦ દિવસ સુધી સંગ્રહ કરવાની જવાબદારી જે તે જગ્યાના સંચાલકશ્રીની રહેશે

(૪) ઉપરોકત જણાવેલ સ્થળોની બહારના ભાગે પી.ટી.ઝેડ કેમેરા ગોઠવવાના રહેશે,

(૫) ઉપરોકત જણાવેલ સ્થળોના પાર્કિંગની જગ્યાઓમાં સંપૂર્ણ જગ્યાનું કવરેજ થાય તે રીતે કેમેરા ગોઠવવા

રહેશો.

(૬) રીસેપ્શન સેન્ટર, લોબી, બેઝમેન્ટ તથા જાહેર પ્રજા માટે પ્રવેશ હોય ત્યાં તમામ જગ્યાઓનું કવરેજ થાય તે રીતે કેમેરા ગોઠવવાના રહેશે.

       જાહેરનામાનો અમલ ૩૦-૦૩-૨૦૨૪ થી દિન-૬૦ સુધી રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની ક્યુમ-૧૮૮ હેઠળ કસૂરવાર થશે તેમજ આ હુકમના ભંગ બદલ ફરીયાદ માંડવા હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે.

              ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૧૬૩ મુજબ પોલીસ અધિકારીશ્રીઓ પણ આ હુકમની જાહેરાત કરવા અધિકૃત અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન આર ધાધલ ભરૂચના એક જાહેરનામાં જણાવાયું હતું.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *