સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામ ખાતે ભારત સરકારની ૧૦,૦૦૦ FPO યોજના અંતર્ગત બનેલી સમરસકૃષિ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લીમીટેડના એગ્રો-ઈનપુટન સેંટરનું ઉદ્ઘાટન કરતા ડિસ્ટ્રીકટ ડેવેલોપમેંટ મેનેજર (ડીડીએમ)નાબાર્ડના શ્રીકુંતલબેન સુરતી

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામ ખાતે ભારત સરકારની ૧૦,૦૦૦ FPO યોજના અંતર્ગત બનેલી સમરસકૃષિ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લીમીટેડના એગ્રો-ઈનપુટન સેંટરનું ઉદ્ઘાટન કરતા ડિસ્ટ્રીકટ ડેવેલોપમેંટ મેનેજર (ડીડીએમ)નાબાર્ડના શ્રીકુંતલબેન સુરતી

 

સુરતઃ- ભારત સરકારની રાષ્ટ્રીય કૃષિ ગ્રામીણ વિકાસ બેન્ક (નાબાર્ડ) અને ઇફ્કો કિસાન કંપની લિમિટેડના સહયોગથી ભારત સરકાર શ્રીની ૧૦,૦૦૦ FPO યોજના અંતર્ગત બનેલી સમરસકૃષિ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લીમીટેડના એગ્રો-ઈનપુટન સેંટરનું ઉદ્ઘાટન સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામ ખાતે ડિસ્ટ્રીકટ ડેવેલોપમેંટ મેનેજર (ડીડીએમ)નાબાર્ડ સુરત શ્રીકુંતલબેન સુરતીના હસ્તે કરવામાં આવ્યું હતું.

                આ પ્રસંગે ૨૦૦ થી વધુ સભાસાદો હાજર રહયા હતા. ચેરમેનશ્રી શ્રી શામજીભાઈ ચૌધરી દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. DDM નાબાર્ડ કુંતલબેન સુરતી દ્વારા FPO ને નાબાર્ડ અને ભારત સરકારશ્રી દ્વારા મળતા લાભની જાણકારી આપી હતી. ઇફકો કિસાનના આસિસ્ટન્ટ મેનેજર હેપ્પીભાઈ સાપરિયા દ્વારા FPO ને CBBO ઇફકો કિસાન દ્વારા મળતા સહયોગની માહિતી આપી અને ઇફકો કિસાન ના ઝોનલ મેનેજર દેવેન્દ્રભાઈ દ્વારા એફપીઓ વિશે અને તેની ઉપયોગિતા વિશે અને સમરસકૃષિ ફાર્મર્સ કંપની દ્વારા થયેલ કામગીરી અને અગાવ ના સમયમાં થનાર કામગીરી વિશે માહિતી આપી. સુરત ડિસ્ટ્રીકટ કો-ઓપ-બેન્ક લી ના જનરલ મેનેજર જયેશભાઇ દેસાઇ દ્વારા બેન્ક ની ખેડૂતો લગતી યોજનાની માહિતી આપી અને આત્મા પ્રોજેકટ ના એટીએમ દિનેશભાઇ ચૌહાણ દ્વારા પ્રાકૃતિક ખેતીની માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સમરસકૃષિ ફાર્મર્સ કંપનીના એકાઉન્ટંટ ચુનીલાલ ચૌધરીએ આભારવિધિ આટોપી હતી.

              આ અવસરે ઇફકો કિસાન સુવિધા લિમિટેડ કંપની લિમિટેડના આસિસ્ટંટ મેનેજર શ્રી હેપ્પીભાઈ સાપરિયા અને ઝોનલ મેનેજર શ્રી દેવેન્દ્રભાઈ શર્મા, સુરત ડિસ્ટ્રીકટ કો-ઓપ બેન્ક લી ના જનરલ મેનેજર શ્રી જયેશભાઇ દેસાઇ અને સરકારશ્રી ના વિવિધ વિભાગ ના અધિકારી અને વિવિધ કંપની ના અધિકારી, સમરસકૃષિ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લી.ના ચેરમેનશ્રી સમજીભાઇ ચૌધરી,વાઇસ ચેરમેનશ્રી રમેશભાઈ ચૌધરી અને બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રી દિપકભાઇ ચૌધરી, લલિતાબેન ચૌધરી, ઉમેશભાઈ ચૌધરી, કનુભાઈ ચૌધરી, ખુમાનસિંહ વશાવા, મોતિરામભાઈ ચૌધરી, સુરેશભાઇ ચૌધરી, સુમાભાઇ ચૌધરી ચૌધરી અને સમરસકૃષિ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીના CEO દીપસિંહ ચૌધરી અને ACCOUNTANT ચુનીલાલ ચૌધરી તથા સમરસકૃષિ ફાર્મર્સ પ્રોડ્યૂસર કંપની લી.ના સભાસદો હાજર રહ્યા હતા. સમરસકૃષિ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની દ્વારા ખેડૂતોને સસ્તા ભાવે દવા,ખાતર બીયારણ પૂરું પાડવામાં આવશે.

 

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *