આત્મનિર્ભર ગુજરાતની આત્મનિર્ભર નારિશક્તિને વાચા આપતો અનોખા કાર્યક્રમ થકી મહિલા સશક્તિકરણની વિભાવના સાચા અર્થમાં સાર્થક ગણાશે: ધારાસભ્ય શ્રી અરૂણસિંહ રણા
વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીનું મહિલાશક્તિને વર્ચ્યુઅલી સંબોધન કર્યુંભ
ભરૂચ: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 13 હજારથી વધુ સ્વસહાય જૂથની 1.30 લાખથી વધુ મહિલાઓને ₹250 કરોડથી વધુની સહાય આપવામાં આવી હતી.જે
અંતર્ગત ભરૂચ જિલ્લાના વાગરા મુકામે ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણાની અધ્યક્ષતામાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. જેમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન તથા રાષ્ટ્રીય શહેર આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથોની મહિલાઓને વિવિધ સહાયના પત્રકોનું વિતરણ કરાયુ હતુ.
આ પસંગે અધ્યક્ષપદે ધારાસભ્ય શ્રી અરૂણસિંહ રણાએ જણાવ્યુ હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનો સર્વાગી વિકાસ થયો છે.જેમાં મહિલાઓના ઉત્કર્ષ માટે પણ અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકીને સાચા અર્થમાં સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.આમ, આત્મનિર્ભર ગુજરાતની આત્મનિર્ભર નારિશક્તિને વાચા આપતો આવા અનોખા કાર્યક્રમ થકી મહિલા સશક્તિકરણની વિભાવના સાચા અર્થમાં સાર્થક ગણાશે તેમ તેમણે જણાવ્યું હતું.આ
પ્રસંગે આંગણવાડી કાર્યકર બહેનો તથા મિશન મંગલમ યોજનાના લાભાર્થી બહેનોએ આર્થિક રીતે પગભર થયા તે અંગેના સ્વનુભવો વર્ણવીને લોકોને સરકારશ્રી મહિલાલક્ષી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ વેળાએ મહાનુભાવોના વરદહસ્તે મહિલાલક્ષી વિવિધ યોજનાઓના લાભાર્થી બહેનોને લાભોનું વિતરણ કરતા પ્રતીકાત્મક ચેકોનું વિતરણ કરાયું હતું.
આ વેળાએ જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરા, જિલ્લા ઉપપ્રમુખશ્રી દિવ્યજીતસિંહ ચુડાસમા,જિલ્લા મહામંત્રીશ્રી ફતેસિંહ ગોહિલ, સહિતના પદાધિકારીશ્રીઓ, અન્ય આગેવાનશ્રીઓ, અધિકારીશ્રીઓ અને લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.