શૈલજા ફોઉન્ડેશન દ્વારા મૂંગા પશુઓ માટે નિશુલ્ક કુંડા નું વિતરણ કરાયું 

શૈલજા ફોઉન્ડેશન દ્વારા મૂંગા પશુઓ માટે નિશુલ્ક કુંડા નું વિતરણ કરાયું 

જંબુસર નગર માં શૈલજા ફોઉન્ડેશન નામ ની સંસ્થા છે જે જંબુસર ના એક યુવાન હિતાર્થભાઈ જાની દ્વારા ચલાવા માં આવે છે. જેમાં મૂંગા રખડતા પશું ઓ માટે વિવિધ પ્રોજેક્ટ (સેવા પ્રકલ્પો) કરવામાં આવે છે. જેમાં દર વર્ષે ઉનાળા ની કાળઝાળ ગરમીમાં મૂંગા પશું ઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા થાય તે માટે નિશુલ્ક કુંડા નું વિતરણ કરવામાં આવે છે. જેમાં ગૌ માતા તેમજ ગધેડા જેવા મોટા પશું ઓ માટે મોટી સાઈઝ ના કુંડા ,કૂતરા , વાંદરા જેવા મધ્યમ સાઈઝ ના પશું ઓ માટે મધ્યમ સાઈઝ ના કુંડા તેમજ નાના કુરકુરિયl તેમજ પક્ષી ઓ માટે નાની સાઇઝ ના કુંડા નું નિશુલ્ક વિતરણ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે આ સંસ્થા ના યુવાનો હિતાર્થ ભાઈ જાની, પાર્થ ભાઈ ભાવસાર, ઋષિ ભાઈ રાવલ દ્વારા lumpy વાયરસ ના કપરા સમયમાં જે ગૌ વંશ માટે કોરોના જેવો ભયંકર રોગચાળો ફેલાયો હતો તેમાં પણ આ યુવાનો દ્વારા lumpy ગ્રસિત ગૌ માતા માટે શેલ્ટર ખોલવામાં આવ્યું હતું. જેમાં લગભગ ૩૦ થી વધુ ગૌ માતા ની સેવા ચાકરી કરવામાં આવી હતી.આ સંસ્થા ના યુવાનો બીમાર હાલત માં એક્સીડન્ટ માં ઘાયલ થયેલા પશું ઓ ની દવા કરાવે છે અને વધુ સારવાર માટે પાદરા સ્થિત વી કેર નામ ની સંસ્થા માં પોતાના ખર્ચે તેમને મોકલાવે છે.આ સંસ્થા ના સ્થાપક હિતાર્થ ભાઈ જાની નું કેહવુ છે કે રખડતા મૂંગા પશું ઓ પ્રત્યે આ આપડી જવાબદારી છે. તેને સેવા ના ગણતા જવાબદારી ગણું છું કારણ કે પરમાત્મા એ આપડને બધું જ આપેલું છે , ભોજન, પાણી કે છત જેવી પાયા ની જરૂરિયાતો થી ક્યારના ઉપર ઉઠી ને મનુષ્ય સમાજ આજે વિકાસ ની હરણ ફાડ ભરી રહ્યો છે. અને Ai ટેકનોલોજી ના જમાના માં પ્રવેશી રહ્યો છે. ત્યારે આ બિચારા રખડતા પશું ઓ પીવાના પાણી કે ભોજન ની પ્રાથમિક જરૂરિયાતો થી પણ વંચિત છે. ત્યારે મનુષ્ય તરીકે આપડે આ મૂંગા જીવો ને કમસે કમ આવી કાળઝાળ ગરમીમાં પીવા નુ પાણી પૂરું પાડી શકીએ તો આવી ગરમી માં તેમનો જીવ બચાવી શકીએ .

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *