બીઆરસી ભવન ઝાડેશ્વર ખાતે મતદાન મથકના બી.એલ.ઓ.ને ચુનાવ પાઠશાલા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવાની સમજ સ્વીપ નોડલ અધિકારી દ્નારા અપાઈ

બીઆરસી ભવન ઝાડેશ્વર ખાતે મતદાન મથકના બી.એલ.ઓ.ને ચુનાવ પાઠશાલા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવાની સમજ સ્વીપ નોડલ અધિકારી દ્નારા અપાઈ 

     ભરૂચ- બીઆરસી ભવન ઝાડેશ્વર ખાતે ચુનાવ પાઠશાલા અંતર્ગત જે મતદાન મથકમાં ૫૦ ટકા કરતાં ઓછું મતદાન થયું હોય કે જે મતદાન મથકમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓના મતદાનની ટકાવારી ૧૦ ટકા કરતાં ઓછી હોય તેવા મતદાન મથકના બી.એલ.ઓ.ને ચુનાવ પાઠશાલા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવાની સમજ સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આપવામાં આવી.

આવા તમામ મતદાન મથકો પર વધુમાં વધુ મતદાન થાય તે માટે વિવિધ કાર્યક્રમો કરવા અને તેનું સતત ફોલોઅપ લેવા પણ જણાવવામાં આવ્યું. ગુજરાત ચૂંટણી કમિશન દ્વારા બહેનો માટે તૈયાર કરવામાં આવેલી ખાસ આમંત્રણ પત્રિકા પણ આવા મતદાન મથકો પર વિતરણ કરવામાં આવે તે માટે આમંત્રણ પત્રિકાઓનુ પણ બીએલઓને વિતરણ કરવામાં આવ્યું હતું.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *