મહિલા અને દિવ્યાંગોને લોકશાહીના મહાપર્વમાં મતદાન કરવા પ્રોત્સાહિત કરવા ભરૂચ લોકસભા મત વિભાગમાં સુવિધા સાથેના ખાસ મતદાન મથકો ઉભા કરાશે

દિવ્યાંગો માટેના ૫ (પાંચ) મતદાન મથકો દિવ્યાંગ પોલીંગ સ્ટાફ સંચાલિત રહેશે

      ભરૂચઃ પર્વ લોકસભા ચૂંટણી-૨૦૨૪ અંતગર્ત મહિલા મતદારોની સુવિધા તથા મહિલા મતદારો આ પર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ભાગીદારી નોંધાવે તે માટે ચૂંટણીપંચ દ્વારા દરેક જિલ્લામાં દરેક વિધાનસભા મતવિભાગ માટે સખી મતદાન મથકો ઉભા કરવામાં આવતા હોય છે. જે અનુંસધાને આ લોકસભા ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં પાંચ વિધાનસભા મતદાન મથકમાં ૫૦ મતદાન મથકો ફાળવવામાં આવ્યા છે. જ્યાં તમામ પોલીંગ સ્ટાફથી માંડીને સિકયોરીટી સ્ટાફ મહિલા રહીને પોતાની ફરજ બજાવશે. તે જ રીતે દિવ્યાંગોને પ્રોત્સાહિત કરવા પાંચ દિવ્યાંગ સંચાલિત મતદાન મથક કાર્યરત કરાશે. 

આ સખી મતદાનમથકો પર નજર કરીએ ૧૫૦-જંબુસર, ૧૫૧-વાગરા, ૧૫૨-ઝધડીયા, ૧૫૩-ભરૂચ અને ૧૫૪-અંકલેશ્વર મત વિભાગમાં દરેક વિભાગમાં દસ દસ સખી મતદાન મથકો મળી કુલ ૫૦ મતદાન મથકોનો સમાવેશ થાય છે.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *