સમસ્ત ક્ષત્રિય-રાજપૂત સમાજ જંબુસર તાલુકા દ્વારા પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે જંબુસર પ્રાંતને આવેદનપત્ર અપાયું 

સમસ્ત ક્ષત્રિય-રાજપૂત સમાજ જંબુસર તાલુકા દ્વારા પરષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ કરવા ની માંગ સાથે જંબુસર પ્રાંત ને આવેદનપત્ર અપાયું

જંબુસર- સમસ્ત ક્ષત્રિય-રાજપૂત સમાજ જંબુસર તાલુકા દ્વારા સમસ્ત ક્ષત્રિય-રાજપૂત સમાજસમાજની લાગણી દુભાવવા લોકસભા 2024 ના ભારતીય જનતા પાર્ટીના રાજકોટ સીટના ના ભાવિ ઉમેદવાર પરષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ કરવા ની માંગ સાથે તારીખ ૦૯/૦૪/૨૦૨૪ને મંગળવારના રોજ જંબુસર નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું


હાલ લોકસભા-૨૦૨૪ રાજકોટ બેઠકના ભાવિ ઉમેદવાર એવા પરષોત્તમ રૂપાલા ઘ્વારા ગત તારીખ ના ૨૨/૦૩/૨૦૨૪ રોજ એક કાર્યક્રમ દરમ્યાન સમસ્ત રાજા રજવાડા વિષે કોમી ધાર્મિક લાગણી દુભાય શાંતિનો ભંગ થાય તે પ્રવચનનો વિડિયો સોશિયલ મિડિયામાં ફરી વિડિયોમાં બે કોમ વચ્ચે વય મનસ્ય ફેલાઈ તેવી ભાષાનો ઉપયોગ કરી તથા ઐતિહાસિક તથ્યોનો હકીકતથી વિપરીત વિતરણ કરી રાજ્યમાં શાંતિ દોહડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેમજ ક્ષત્રિય વીરાશદાર સમાજ વિશે અપમાન જનક ટીપ્પણી કરેલ છે. જેના લીધે સમગ્ર ક્ષત્રિય સમાજમાં પરસોત્તમ રૂપાલા પ્રત્યે રોષની લાગણી ફેલાઈ ગયેલ છે. તેના પડઘા સ્વરૂપે સમગ્ર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં પરષોત્તમ રૂપાલા ની ઉમેદવારી રદ કરાવવા માટે સમાજ દવારા માંગણી કરતું આવેદનપત્ર જંબુસર નાયબ કલેક્ટરને આપવામાં આવ્યું હતું. જેમાં જંબુસર તાલુકામાં કાર્યરત ક્ષત્રિય રાજપૂત સમાજની તમામ સંસ્થા તથા સમાજનાં એક એક વ્યકિત વતી સમાજની માંગણીઓ રજૂ કરી હતી.


સમસ્ત ક્ષત્રિય રાજપુત સમાજ મોટી આગેવાનો તેમજ જનમેદની સાથે જંબુસરના સ્વરાજ ભવનથી પગપાળા સૂત્રોચ્ચાર સાથે જંબુસર પ્રાંત કચેરી પહોંચ્યા હતા.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *