“Stock Market Certificate કોર્ષનો પ્રથમ બેચ પૂર્ણ થયો”

“Stock Market Certificate કોર્ષનો પ્રથમ બેચ પૂર્ણ થયો”

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે સ્થિત અર્થશાસ્ત્ર વિભાગમાં કુલપતિશ્રી ડૉ. કિશોરસિંહ ચાવડાનાં માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ માટે “CERTIFICATE COURSE ON TECHNICAL ANALYSIS IN STOCK MARKET IN CASH AND POSITIONAL STOCK” ની શરૂઆત કરવામાં આવી હતી. પ્રસ્તુત કોર્ષની શરૂઆત ૨૬-૦૨-૨૦૨૪ નાં રોજ અર્થશાસ્ત્ર વિભાગ ખાતે કમ્પ્યુટર લેબમાં કરવામાં આવી હતી.

સંપૂર્ણ કોર્ષ 2 ક્રેડીટ ધરાવતો અને ૩૦ કલાકનો સમયગાળો હતો.

પ્રસ્તુત કોર્ષમાં ડૉ.તેજશ શાહ જેઓ અંબાબા કોમર્સ કોલેજ, સાબરગામ,સુરતમાં સહાયક અધ્યાપક, દ્વારા માર્ગદર્શક તરીકે સેવા પૂરી પાડવામાં આવી હતી.કોર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને “STOCK MARKET” માં થતા ફાયદા, નુકશાન વિશે જાગ્રત કરવામાં આવ્યા અને દરેક નાનામાં નાનાં નાણાકીય રોકાણ દ્વારા નફો કઈ રીતે મેળવી શકાય અને જોખમી રોકાણથી કઈ રીતે બચી શકાય તે અંગે વિસ્તૃત થીયરી અને પ્રેક્ટીકલી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પ્રસ્તુત કોર્ષની પરીક્ષા આપીને ૨૮ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક કોર્ષ પૂર્ણ કર્યો છે અને સર્ટીફીકેટ પ્રાપ્ત કર્યું છે. પ્રથમ બેચની સફળતા બાદ માનનીય કુલપતિશ્રી ડૉ.કિશોરસિંહ ચાવડા અને વિભાગીય અધ્યક્ષ ડૉ.ગૌરાંગ ડી .રામી અને કોર્ષનાં કૉ-ઓર્ડીનેટર માર્ગદર્શન હેઠળ ટૂંક સમયમાં બીજો બેચ શરુ કરવામાં આવશે.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *