જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને પોસ્ટલ બેલેટ ફોર્મ – ૧૨, ૧૨- એ નો જિલ્લા કક્ષાનો પ્રથમ એક્સચેન્જ મેળો યોજાયો 

  • ૨૨-ભરૂચ લોકસભા મતવિભાગ અંતર્ગત કુલ ૧૩૧૫૦ જેટલા ફોર્મ-૧૨ મળ્યા

    જિલ્લાકક્ષાના એક્ષચેન્જ મેળામાં અને કર્મચારીઓ હાજર રહી પરસ્પર ૬૧૮૩ ફોર્મ-૧૨- એ ની આપ-લે કરી

ભરૂચ- ચૂંટણી ફરજમાં રોકાયેલા સરકારી કર્મીઓ મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપવામાં આવે છે. પોલીંગ સ્ટાફ, પોલીસ અને અન્ય કર્મચારીઓ તથા સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ સહિતના ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે ભરવામાં આવેલા ફોર્મ-૧૨ તેમના સંબંધિત મત વિભાગના ચૂંટણી અધિકારીઓને સુપ્રત કરવા માટે જિલ્લાકક્ષાએ એક્સચેન્જ મેળાનું આયોજન કલેક્ટર કચેરીના સભાખંજ ખાતે જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. જેમાં પોસ્ટલ બેલેટ નોડલ અધિકારી અને ડી.આર.ડી.એ ડાયરેક્ટર સુ.શ્રી નૈતિકા એચ. પટેલના માર્ગદર્શન સૂપેરે કામગીરી પાર પાડવામાં આવી હતી.
જીલ્લા કક્ષાના પોસ્ટલ બેલેટ એક્સચેન્જ મેળામાં ૨૨-ભરૂચ લોકસભા મતવિભાગ અંતર્ગત ભરૂચ જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગો ૧૫૦-જંબુસર, ૧૫૧- વાગરા, ૧૫૨-ઝઘડીયા, ૧૫૩-ભરૂચ તથા ૧૫૪-અંકલેશ્વર વિધાનસભા મતવિસ્તારનાં મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ અને ગુજરાત સરકાર હસ્તકનાં જુદા – જુદા વિભાગોની કચેરીઓનાં અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓએ અન્ય લોકસભા મતવિભાગની મતદાર યાદીમાં નોંધાયેલ અધિકારીશ્રી / કર્મચારીશ્રીઓ પાસેથી ભરાયેલા ૧૩૧૫૦ જેટલા ફોર્મ-૧૨ મળ્યા હતા. જેને આગામી તા.૧૮ એપ્રિલ ૨૦૨૪ ના રોજ યોજાનાર રાજ્ય કક્ષાનાં એક્સચેન્જ મેળામાં લઇ જવામાં આવશે.
તદઉપરાંત, ૨૨-ભરૂચ લોકસભા મતવિસ્તારનાં ચૂંટણી ફરજ પરનાં અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા કુલ ૬૧૮૩ ફોર્મ-૧૨- એ મળ્યા હતા. જેને સંબધિત વિધાનસભા મતવિભાગમાં ઇ.ડી.સી માટે એક્ષચેન્જ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં,પોસ્ટલ બેલેટ નોડલ અધિકારી અને ડી.આર.ડી.એ ડાયરેક્ટર સુ.શ્રી નૈતિકા એચ. પટેલ, તમામ વિધાનસભા મતવિસ્તારનાં મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ, ચુંટણી શાખાનો સ્ટાફ અને વિવિધ વિભાગના લાઈઝનીંગ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *