500 વર્ષ બાદ રામ મંદિરમાં રામનવમીની ઉજવણી કરાશે

500 વર્ષ બાદ રામ મંદિરમાં રામનવમીની ઉજવણી કરાશે

  • રામ નવમીના પાવન અવસરે અયોધ્યાના રામ મંદિરમાં 500 વર્ષ પછી અભિજીત મુહૂર્તમાં બપોરે 12.16 કલાકે રામ લલ્લાની મૂર્તિનો સૂર્ય અભિષેક થશે.

 અયોધ્યા:-આજે રામનવમી પર્વ રામ લલઆ નો દિવસ રામ ભક્તો માટે ખાસ છે. જેના કારણે મોટી સંખ્યામાં ભક્તો રામ મંદિર પહોંચ્યા છે. આ અવસર પર અયોધ્યામાં સવારે 3.30 વાગ્યાથી રામલલાના દર્શન શરૂ થઈ ગયા છે. 25 લાખ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચશે તેવો અંદાજ છે. આ માટે તૈયારીઓ પણ કરવામાં આવી છે. સવારે 3.30 વાગ્યે મંગળા આરતીમાં રામલલાના દર્શન કરવા માટે ભક્તોની કતારો લાગી હતી .મંદિર રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે

સવારે 5 કલાકે શ્રીંગાર આરતી થઈ હતી. ભક્તો પણ રામલલાના સતત દર્શન કરી રહ્યા છે, ભોગ ચઢાવતી વખતે થોડો સમય માત્ર પડદો રાખવામાં આવ્યો હતો. રામ નવમી નિમિત્તે મંદિર રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. વચ્ચે ભોગ અને આરતી પણ થશે. બપોરે 12.16 કલાકે રામલલાના કપાળ પર સૂર્યકિરણોનો અભિષેક કરવામાં આવશે. લગભગ 4 મિનિટ સુધી રામલલાના કપાળ પર સૂર્ય કિરણોનો અભિષેક કરવામાં આવશે. આ સમય દરમિયાન, અયોધ્યામાં ભક્તોને ગર્ભગૃહની અંદરની તસવીરો પ્રસારિત કરવા માટે 100 લેઇડી સ્ક્રીન લગાવવામાં આવી છે.

 કોઈપણ પ્રકારની અનિચ્છનીય બનાવના બને તે માટે સુરક્ષાને ધ્યાનમાં રાખી 

ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અયોધ્યાના દરેક ખૂણે-ખૂણે પોલીસ અને અર્ધ લશ્કરી જવાનો તૈનાત છે. રામલાલની જન્મજયંતિના સાક્ષી બનવા માટે લગભગ 25 લાખ ભક્તો રામનગરી પહોંચે તેવી શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ભગવાન રામલલાના દર્શન માટે આવતા ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *