જંબુસર નગરમાં રામ નવમી પર્વની ધામધૂમ થી ઉજવણી કરાઈ

જંબુસર :-જંબુસર નગરમાં રામનવમી પર્વ ની ઉત્સાહભેર ભક્તિભાવ ભર્યા માહોલમાં ઉજવણી કરવામા આવી હોવાના તથા રામ જન્મોત્સવ પર્વ નિમિતે વિશ્ર્વ હિંદુ પરિષદ બજરંગ દળ જંબુસર દ્વારા બાઈક રેલી નુ તથા ભવ્ય શોભાયાત્રા નુ આયોજન કરવામા આવ્યું હતું. બાઈક રેલી માં મોટી સંખ્યામાં યુવાનો બાઈક રેલીમાં જોડાયા હોવાની હોવાના તથા શોભાયાત્રામાં જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય ડી.કે.સ્વામી તેમજ જંબુસર બી.એ.પીએસ. સંસ્થાના સંત સહિત મોટી સંખ્યામાં નગરજનો તેમજ પંથક ના પ્રજાજનો ઉત્સાહભેર જોડાયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.

ઉલ્લેખનીયા છે કે ભગવાન શ્રીરામ ચંદ્રજીનો જન્મોત્સવ નિમિત્તે પર્વની ઉજવણીના ભાગરૂપે જંબુસર લીલોતરી બજાર ખાતે તારીખ 09.04.2024 સુધી વિવિધ કાર્યક્રમો તેમજ ભજન મંડળો દ્વારા ભજન સંધ્યા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં હિન્દુ ભાવિ ભક્તો ઉમટી પડયા હતા. આજરોજ રામનવમી ના પર્વે જંબુસર રામજી મંદિર ખાતે સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં રામ ભક્તોએ લાભ લીધો હતો.ચૈત્ર સુદ નોમ એટલે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ જેને રામ નવમી તરીકે પણ ઓળખવામાં આવે છે.

જેની ભારતભરમાં ઠેર ઠેર ભવ્ય ઉજવણી સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો મહા આરતી કરવામાં આવતી હોય છે. જે અંતર્ગત જંબુસરના પૌરાણિક શ્રીરામજી મંદિર ખાતે પણ સૌના પ્રેરણાસ્ત્રોત અને પ્રત્યેક સનાતની હિન્દુ નું ગૌરવ એવા મર્યાદા પુરૂષોત્તમ પ્રભુ શ્રીરામની જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે રામોત્સવ પ્રસંગ યોજાયો હતો. જેમાં સવારથી રામ ભક્તો રામમય બની ગયાં હતાં. રામજી મંદિર ખાતેથી સવારે પ્રભાતફેરી નીકળી નગરના માર્ગો પર ફરી હતી. બપોરે બાર કલાકે રામજી મંદિર લીલોતરી બજાર ખાતે પ્રભુ શ્રીરામ જન્મ પ્રસંગે મહાઆરતી યોજાઇ હતી.જેમાં ધારાસભ્ય ડી.કે.સ્વામી સહિત જંબુસર બી.એ.પી.એસ સંસ્થાના સંતો તેમજ નગરની ધર્મ પ્રેમી જનતા તથા અગ્રણીઓએ મહા આરતીનો લાભ લીધો હતો.આ સહિત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જંબુસર દ્વારા પણ રામોત્સવ પ્રસંગે ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારે પિશાચેશ્વર મહાદેવ મંદિરથી બાઈક રેલીનું આયોજન કરવામા આવ્યુ હતુ.

બાઈક રેલી ના પ્રારંભે મતદારો પોતાના મતાધિકાર નો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં ઉમળકાભેર સહભાગી થાય તે માટે મામલતદાર વી.બી પરમાર, નાયબ મામલતદાર દર્શનાબેન દ્વારા દરેક ઉપસ્થિતો ને મતદાન કરવા શપથ લેવડાવ્યા હતા.ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ ના હોદ્દેદારો દ્વારા કેસરિયો લહેરાવી બાઈક રેલી નુ પ્રસ્થાન કરાવ્યું હતું. જય શ્રી રામ ના જયઘોષ સાથે નીકળેલ બાઈક રેલી નગરના ટંકારી ભાગોળ કાવાભાગોળ પઠાણી ભાગોળ ઉપલીવાટ કોર્ટે બારણાં સહિતના માર્ગો પર ફરી લીલોતરી બજાર ખાતે બાઈક રેલી નુ સમાપન કરવામાં આવ્યું હતું. અને સાંજ ના ચાર વાગ્યા ના અરસામાં લીલોતરી બજાર જંબુસર થી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ધારાસભ્ય ડી.કે સ્વામી, બીએપીએસ સંતો જ્ઞાનવીર સ્વામી, યશો નિલય સ્વામી, જંબુસર બી.એપી.એસ મંદિરનાસંત જ્ઞાનવીર સ્વામી ચંદનદાસ મહારાજ ઉચ્છદ , ગણેશ દાસ મહારાજ,ભરૂચ વિભાગ ધર્મચાર્ય પ્રમુખ બીપીનભાઈ પટેલ, ભરૂચ વિભાગ ધર્મ પ્રચાર વિરેનરામજીવાળા, ના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી શોભાયાત્રા નુ પ્રસ્થાન કરવા મા આવ્યુ હતુ.જે નગરના રાજમાર્ગો પર ફરી હતી. શોભાયાત્રા મા રામજી ની પ્રતિમા સાથે હનુમાનજી ની તથા વીર શહીદ ભગતસિંહ સામેલ કરાતા નગરજનો મા બન્ને પ્રતિમા ઓ આકર્ષણ બની હતી.

શોભા યાત્રા માં ડીજે, આદિવાસી નૃત્ય કલા, વેશભૂષા સહિત ટ્રેકટરો પણ શણગારી તેમા હિન્દુ સંસ્કૃતિ ના દર્શન કરાવતી વિશેષતા જોવા મળી હતી.શોભાયાત્રાનું ઠેરઠેર ગલીએ મોહલ્લા માં રામ ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતુ. અને રામ નવમી ની શ્રધ્ધા અને ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

શોભા યાત્રા માં સાધુ સંતો, સહિત જંબુસર મત વિસ્તાર ના ધારા સભ્ય ડી.કે સ્વામી,શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, ભાજપ મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, અગ્રણી વીરેનભાઈ શાહ,  ઉપસ્થિત રહ્યા.અગ્રણીઓ, હોદ્દેદારો, તેમજ વીએચપી ભરૂચ જિલ્લા સહમંત્રી ભુપેન્દ્રભાઈ પંચાલ, તાલુકા પ્રમુખ કમલેશભાઈ ટેલર, અધ્યક્ષ હિતેશભાઈ પ્રજાપતિ, બજરંગ દળ શહેર પ્રમુખ જીગરભાઈ ગાંધી,તાલુકા મંત્રી વિપુલ ભાઈ ગાંધી, અગ્રણી ગોવિંદભાઈ પટેલ હોદ્દેદારો સહિત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ જંબુસર પ્રખંડ તથા નગર સમિતિના કાર્યકરો ભાઈઓ બહેનો મોટીસંખ્યામાં જોડાયા હતા.રામ જન્મત્સવ પર્વની ઉજવણી શાંતિમય માહોલ મા પૂર્ણ થાય તે માટે વિભાગીય પોલીસ અધિક્ષક પી.એલ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ જંબુસર પોલીસ ઈન્સ્પેક્ટર એ.વી. પાણમીયા દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવતા સમગ્ર શહેર પોલીસ છાવણી માં ફેરવાઈ ગયું હતું.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *