જંબુસર મરાઠા સમાજ દ્વારા કેવડાત્રીજ (હરતાલીકા વ્રત) પર્વની ઉત્સાહ-ઉમંગભેર ઉજવણી કરાઈ

જંબુસર મરાઠા સમાજ દ્વારા કેવડાત્રીજ (હરતાલીકા વ્રત) પર્વની ઉત્સાહ-ઉમંગભેર ઉજવણી.‍

જંબુસર શહેર માં મરાઠા સમાજ દ્વારા કેવડાત્રીજ (હરતાલીકા વ્રત) પર્વની ઉત્સાહ-ઉમંગભેર ઉજવણી કરવામાં આવી. જેમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા શિવ-પાર્વતી પૂજન-અર્ચન, ઉપાસના કરી પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ પૂજન કરી આરાધના કરવામાં આવે છે.

જેમાં જંબુસર નગર માં ગણેશફળિયા તેમજ ભૂતફળીયા મરાઠા વિસ્તારમાં મોટી સંખ્યામાં મરાઠા સમાજની મહિલાઓ આ વ્રતની ઉજવણી અંદાજે130 વર્ષથી પણ વધારે સમયથી કરે છે. તેમજ મરાઠા સમાજ દ્વારા ગણેશ મહોત્સવ ની ઉજવણી પણ વર્ષોથીકરવામાં આવે છે.

 

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *