ભાણખેતર ( ભાનુક્ષેત્ર ) માં આવેલ ૪૦૦ વર્ષથી વધુ પુરાણું શ્રી સિદ્ધિ વિનાયક ગજાનંદ મંદિર શંખ – છીપલાં મિશ્રિત માટીમાંથી નિર્મિત શ્રીજીની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર

જંબુસર જપનશાહહ :-જંબુસર નજીક ભાણખેતર ( ભાનુક્ષેત્ર ) માં આવેલ ૪૦૦ વર્ષથી વધુ પુરાણું શ્રી સિદ્ધિ વિનાયક ગજાનંદ મંદિર શંખ – છીપલાં મિશ્રિત માટીમાંથી નિર્મિત શ્રીજીની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર માં મહર્ષિ યાજ્ઞવલ્કયજીએ સેંકડો વર્ષ સુર્યનારાયણ ( ભાનુ ) ની ઉપાસના કરી સૂર્ય ( ભાનુ ) ને નીચે ઉતરવાની ફરજ પડી તે ભાનુક્ષેત્ર તરીકે ઓળખાતી તપોભૂમિ એટલે ભરૂચ જીલ્લાના જંબુસર નજીક આવેલું આજનું ભાણખેતર . આ ભાણખેતરમાં આવેલું મરાઠા પેશ્વાકાળ સમયના અંદાજે ૪૦૦ થી વધુ વર્ષ પુરાણા શ્રી સિદ્ધિ વિનાયક ગજાનંદ મંદિરમાં બિરાજમાન શંખ – છીપલાં મિશ્રિત માટીમાંથી નિર્મિત શ્રીજી ગણેશજીની મૂર્તિ શ્રદ્ધાળુઓમાં ભારે આસ્થા ધરાવે છે . હાલ ગણેશોત્સવ દરમિયાન ભાનુક્ષેત્રના આ ગણેશ મંદિરે દર્શન હેતુ શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે . સાધુ મહાત્માઓ ગણેશજીના ઉપાસકો હોઇ તેમણે મહર્ષિ યાજ્ઞવલ્કયજીની તપોભૂમિ પર ગણેશજીની મૂર્તિ સ્થાપવાનો સંકલ્પ કરી જયાં પડાવ નાંખ્યો હતો ત્યાં જ મૂર્તિ બનાવવાનો પ્રારંભ કર્યો હતો . મૂર્તિ માત્ર માટીમાંથી બનાવે તો કાળક્રમે ખંડિત થઇ જાય તેમ હતી . જેથી સાધુસંતોએ જમીનમાં ખોદકામ કરતા જમીનના પેટાળમાંથી શંખ – છીપલાં સાથેની રાખોડી રંગની માટી મળી આવી હતી . આ માટી સાથે પાણીનું મિશ્રણ કરવાથી માટી સુકાતા પથ્થર બની જતી હોઇ સાધુસંતોએ તેમાંથી બનાવેલી ગણેશજીની મૂર્તિની વેદોક્ત મંત્રોચ્ચાર સાથે સ્થાપના કરી મંદિર બનાવ્યું હતું . સાધુસંતો દ્વારા સૈકાઓ પહેલાં સ્થપાયેલી શ્રીજીની મૂર્તિ ૯ થી ૧૦ ઉંચી અને ૭ ફુટ પહોળી છે . શંકર સ્વરૂપ ત્રિલોચનધારી અને જમણી સુંઢવાળા ગણેશજીના મસ્તક ઉપર શેષનાગ બિરાજમાન છે .

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *