-વેસુના ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા વેસુ, મગદલ્લા તેમજ ડુમસ રોડ વિસ્તારમાં છેલ્લા એક વર્ષમાં બાંધકામ સાઈટ પરના ૩૨,૧૨૨ શ્રમિક દર્દીઓને નિ:શુલ્ક નિદાન કરી દવાઓ આપવામાં આવી
-૧૧,૫૨૬ થી વધુ લેબ રિપોર્ટ કરવામાં આવ્યા: શ્રમિકો માટે સ્થળ પર જ આભા-આઇડી, ઇ-નિર્માણ કાર્ડ સેવા
સુરત: સુરત શહેરના વેસુ લોકેશન પરના ધન્વંતરિ આરોગ્ય રથનું એક વર્ષ પૂર્ણ થતાં આરોગ્ય રથના પ્રોજેક્ટ કોર્ડીનેટર, મેડિકલ ઓફિસર, પેરામેડિક, લેબ ટેકનિશીયન, લેબર કાઉન્સિલર, પાયલોટ સહિતના સ્ટાફ દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.
શ્રમિકોને નિશુલ્ક આરોગ્યલક્ષી સુવિધા કામના સ્થળ પર ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા આપવામાં આવી રહી છે, ત્યારે વેસુ વિસ્તારના ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા વેસુ, મગદલ્લા તેમજ ડુમસ રોડ વિસ્તારમાં બાંધકામ સાઈટ પર જઈને એક વર્ષમાં ૩૨,૧૨૨ શ્રમિક દર્દીઓને નિ:શુલ્ક નિદાન કરી દવાઓ આપવામાં આવી છે. તેમજ ૧૧૫૨૬ થી વધુ લેબ રિપોર્ટ કરવામાં આવ્યા છે. ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા લોહીના રિપોર્ટ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કાન-આંખ, ચામડીની બીમારી, હાડકાની બીમારી જેવી વિવિધ બીમારીઓનું નિદાન કરી અને સ્થળ પર દવાઓ આપવામાં આવે છે. તેમજ શ્રમિકોને સરકારની વિવિધ યોજનાઓ વિશે સમજ આપવામાં આવે છે. વિશેષત: શ્રમિકોને આભા-આઇડી, ઇ-નિર્માણ કાર્ડ સ્થળ પર બનાવી આપવામાં આવે છે.