ભરૂચ અને નર્મદા જિલ્લાનું ગ્રામ વિકાસ સંમેલન ભરૂચ ખાતે યોજાયું

ભરૂચ અને નર્મદા જિલ્લાનું ગ્રામ વિકાસ સંમેલન ભરૂચ ખાતે યોજાયું

-મારૂ ગામ મારૂ તીથૅગામની ચિન્તા ગામ લોકો કરે


ભરૂચ:- સમાજની સજ્જન વ્યક્તિઓ સમાજ વિકાસમાં જોડાઈ, ગામની તેમજ સામાજિક સમસ્યાના નિરાકરણ માટે ગામ પોતે સમવૈચારિક શક્તિઓને જોડીને ગામનો સંપૂર્ણ વિકાસ કરી શકીએ તેવા ઉમદા ધ્યેય સાથે ભરૂચ નર્મદા જિલ્લાનું ગ્રામ વિકાસ સંમેલન ( વડોદરા વિભાગ) ભરૂચના એપીએમસી વડદલા ખાતે યોજાયું હતું. આ વેળાએ ગુજરાત પ્રાંત ના પ્રાંત પ્રચારક શ્રી ચિંતનભાઈ ઉપાધ્યાય તેમજ ગુજરાત પ્રાંતના સામાજિક સમરસતાના પ્રાંત સહસંયોજક શ્રી ભાઈલાલભાઈ પટેલ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. . આ ગ્રામ વિકાસ સંમેલનમાં ભૂમિ, જળ,વન, જીવ, ગૌ, ઉર્જા, જન જેવા સાત સંપદાને બચાવવા અને તેનું સંવર્ધન કરવાનો અનુરોધ કરાયો હતો, આ ઉપરાંત ગ્રામ વિકાસ પંચશક્તિ જેમાં ગામનો વિકાસ કરવો જેમાં ધાર્મિક શક્તિ, સજ્જન શક્તિ, યુવા શક્તિ, માતૃશક્તિ અને સંગઠન શક્તિને પ્રાધાન્ય આપી ગામની ચિંતા ગામ લોકો કરે એ બાબત પર ખાસ ભાર મુકાયો હતો. મંદિર સફાઈ, ગામ સફાઈ, પ્લાસ્ટિકમુક્ત ગામ બનાવી પર્યાવરણની જાળવણી કરવા પર તેમજ ગામમાં એક મંદિર – એક સ્મશાન, સામાજિક સમરસતાનો ભાવ પ્રગટ થાય જેવી બાબતો નો પણ ગ્રામ વિકાસ સંમેલનમાં ખાસ ચર્ચા કરવામાં આવ્યો હતો

ગાય આધારિત ખેતી, ગાય ચિકિત્સા કેન્દ્ર, પંચદ્રવ્ય ઉત્પાદન વેચાણ કેન્દ્ર, શાકભાજી વેચાણ કેન્દ્ર જેવી વ્યવસ્થા ગામ જ થાય તેના પર ખાસ ચર્ચા કરવામાં આવી. પરિવાર મિલન, પરિવાર સંવાદ, પરિવાર વાર્તાલાપ, માતૃ પૂજન વંદન જેવા કાર્યક્રમો કરવા પર ખાસ ભાર મુકાયો..

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *