DGVCL કંપની વહીવટી સત્તાનો દુરુપયોગ કરી પોતાના કેબિનમાં AC સુવિધા મેળવનાર અધિકારી વિરુદ્ધ ઉચ્ચ અધિકારીને રજૂઆત કરાઈ શું છે સમગ્ર મામલો નિહાળો….!

સુરત:-ડિજીવીસીએલ ની ન્યુ VIP રોડ વેસુ ખાતે આવેલ સુરત સીટી સર્કલ, ઓફિસમાં સર્કલ ઓફિસના એચ.આર હેડ નીરવ દેસાઈ કે જેઓ GEEU યુનિયન ના સીની સેક્રેટરી જનરલ છે અને એચ.આર સર્કલ હેડ હોઈ કંપનીના નિયમોનું પાલન કરાવવાની જવાબદારી તેમના શિરે હોવા છતાં

પોતે નિયમોનું પાલન ન કરી DGVCL ના નિયમો મુજબ અધિક્ષક ઇજનેર થી ઉપર ની કક્ષાના અધિકારી ને જ AC સુવિધા મળવા પાત્ર હોવા છતાં તેમને પોતાને મળેલ વહીવટી સત્તાનો દુરુપયોગ કરી તેમને AC સુવિધા મળવાપાત્ર ન હોવા છતાં પોતાની કેબિનમાં AC ફિટ કરાવી દેતા AGVKS યુનિયન ના જોઈન્ટ પ્રેસિડન્ટ (ટેક), શ્રી આર.જી પટેલ સુરતનાઓ દ્વારા અધિક્ષક ઇજનેર સુરત સીટી સર્કલ શ્રી એ.જી.પટેલ સાહેબ ને લેખિત ફરિયાદ કરી નીરવ દેસાઈ વિરુદ્ધ કંપની ના નિયમો વિરુદ્ધ ગેરકાયદેસર AC ની સુવિધા ભોગવવા બદલ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા તથા કંપનીની વીજળી નો દૂર ઉપયોગ કરેલ હોય વીજળી ના પૈસા વસૂલવા લેખિત ફરિયાદ કરવામાં આવેલ છે.

અને નીરવ દેસાઈ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવા જણાવેલ છે. શ્રી આર.જી પટેલ ના કહેવા મુજબ સરકાર શ્રી તરફથી ઓફિસોમાં બિન જરૂરી વીજ સાધનો નો ઉપયોગ ટાળી પ્રજાના પૈસા નો દૂર ઉપયોગ થતો અટકાવવા લંચ ટાઈમ માં લાઈટ પંખા બંધ કરવા જાગૃતિ લાવતા હોય ત્યારે આ એચ.આર અધિકારી મનસ્વી રીતે AC લગાડી દઈ પ્રજાના પૈસા નો દૂર ઉપયોગ કરી ગેરકાયદેસર સાહેબી ભોગવતા હોય તેમના ઉપર સખત કાર્યવાહી કરવા ફરિયાદ કરી માંગ કરેલ છે. જોવાનું રહ્યું કે ઉચ્ચ અધિકારીઓ આ રજૂઆતની સામે શું પગલાં લે છે.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *