₹12,54,968/- નું પૂરાંત વાળું બજેટ રજૂ કરતી જંબુસર નગરપાલિકા

*જંબુસર નગરપાલિકા દ્વારા સાધારણ સભા યોજાઈ

 *જંબુસર નગરપાલિકા દ્વારા 2024- 25 નું 27,28,16,622 ની આવકનું બજેટ રજૂ કરાયું જેની સામે ખર્ચ રૂપિયા27,15,61,654/- નો ખર્ચ રજૂ કરી છે 

*₹12,54,968/- નું પૂરાંત વાળું બજેટ રજૂ કરતી જંબુસર નગરપાલિકા

* જંબુસર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતી  ભાવનાબેન ભાવેશભાઈ રામી શોક ઠરાવ બાદ સભા છોડી ચાલ્યા ગયા

 જંબુસર:-જંબુસર નગરપાલિકામાં તા. ૦૭. ૦૩.૨૦૨૪ના રોજ સાધારણ સભા જંબુસર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી અમીષાબેન વિરેનભાઈ શાહ ની અધ્યક્ષ સ્થાનેયોજાઈ હતી. સભાની શરૂઆતમાં જંબુસર નગર પંચાયત ના પૂર્વ સભ્ય ફાતેમા બેબી સમ શેરખાન પઠાણ જેઓની તારીખ 12.02.2024 ના રોજ નિધન પામ્યા હતા તેઓનો સૌપ્રથમ બે મિનિટનો મોન પાડી શોક ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં કુલ છ જે પૈકી પાંચ કામો બોર્ડમાં અને એક કામ સત્તાની રુહે કામો હાથ ધરવામાં આવ્યા હતો. આ સાધારણ સભામાં કુલ કુલ ૨૮ સભ્યોમાંથી 19 સભ્ય સભામાં હાજર રહ્યા હતા. સભાની શરૂઆતમાં જ શોક ઠરાવ બાદ જંબુસર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતી ભાવનાબેન ભાવેશભાઈ રામી સભા છોડી ચાલ્યા ગયા હતા. કામોનું વાંચન જંબુસર નગરપાલિકાના બાંધકામ ખાતાના ચેરમેન જીગર ભાઈ નવીનભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ૧. તા. ૨૧.૧૨.૨૦૨૩ ની સામાન્ય સભાનું તથા તા. ૧૨.૦૨.૨૦૨૪ના રોજની સર્ક્યુલરમિટિંગનું પ્રોસિડિંગજાણ તથા મંજૂરી માટે રજૂ કરવું ૨.એકાઉન્ટ શ્રી જંબુસર નગરપાલિકા તરફથી રજૂ કરેલ સને ૨૦૨૩- ૨૪ ના વર્ષના હિસાબો નો જાણ તથા મંજૂરી માટે રજુ કરવું ૩.એકાઉન્ટ શ્રી જંબુસર નગરપાલિકા તરફથી રજૂ કરેલ સને ૨૦૨૩- ૨૪ ના વર્ષનું સુધારેલું બજેટ તથા સને ૨૪ -૨૫ ના વર્ષનું બજેટ મંજૂર કરવા તથા ૪. માહી કન્સલ્ટન્ટની આવેલી અરજી નિકાલ માટે રજૂ કરવું ૫. શ્રી જંબુસર નગરપાલિકાના જગ્યાઓ પર આંગણવાડી બનાવવા માટે જગ્યા નથી કરવા માટે આવેલ રિપોર્ટ નો નિકાલ કરવાની રજૂઆત કરવી ૬. બીજા જરૂરી કામો અધ્યક્ષ સ્થાનેથી રજુ થાય તે કામ આમ આ સાધારણ સભામાં આ છો કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં જંબુસર નગરપાલિકાના વિરોધ પક્ષ ત્રણ સદસ્યો દ્વારા કામ નંબર એક બે અને ત્રણ માં વિરોધ વ્યક્ત કર્યો હતો જ્યારે બાકીના કામસરવાનું મતે મંજૂર કરવામાં આવ્યા હતો.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *