કરાટે ઓલ ઇન્ડિયા પ્રતિયોગિતામાં રજત પદક મેળવ્યું

સુરત:-વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયમાંથી પંજાબ વિશ્વવિદ્યાલય, ચંદીગઢ દ્વારા આયોજિત ઓલ ઇન્ડિયા કરાટે પ્રતિયોગિતામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. આ પ્રતિયોગિતામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના રાઠોડ કૃણાલ કે જેની ઉમર માત્ર ૨૧ વર્ષની છે તેમણે રજત પદક પ્રાપ્ત કરી વિશ્વવિદ્યાલયનું નામ રોશન કર્યું છે. આટલું જ નહિ પરંતુ તેઓએ ભારતમાં ક્રમ 1 (2021-2022), એશિયન રેન્ક 5 (2021 અને 2022) અને વર્તમાન વિશ્વ ક્રમ 36 પુરુષોની વ્યક્તિગત કુમાઇટ -75 કિગ્રા, AKF U-21 એશિયન કરાટે ચેમ્પિયનશિપ 2022 – 5મું સ્થાન પ્રાપ્ત કરેલ છે,

AKF કેડેટ્સ એશિયન કરાટે ચેમ્પિયનશિપ 2018માં 9મો ક્રમ મેળવેલ છે, 2022 નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ, 2023 રાષ્ટ્રીય કરાટે ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ, દક્ષિણ પશ્ચિમ ઝોન ઈન્ટરનેટ યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ, ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી રમતોમાં સિલ્વર મેડલ, 2- વેસ્ટ ઝોન ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ, 1- ભારતના નેશનલ સ્કૂલ ગેમ ફેડરેશનમાં ગોલ્ડ મેડલ અને 3 બ્રોન્ઝ મેડલ (બ્રોન્ઝ મેડલ 2016,2017,2018) મેળવેલ છે 2019 માં સુવર્ણ ચંદ્રક, આંતર યુનિવર્સિટી રમતોમાં ગોલ્ડ મેડલ, ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી રમતોમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે. તેમની અતિ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ વિશ્વવિદ્યાલયના કુલપતિશ્રી ડૉ. કિશોરસિંહ ચાવડા, કુલસચિવશ્રી ડૉ.રમેશદાન ગઢવી અને યુવક કલ્યાણ અને શારીરિક શિક્ષણ વિભાગના ઓએસડી ડૉ.પ્રકાશચંદ્ર પટેલ તથા સમગ્ર વિશ્વવિદ્યાલય પરિવાર દ્વારા શ્રી મોહન પટેલ, ગુજરાત ચીફ ઇન્સ્ટ્રક્ટર, ટીમના મેનેજર, કોચ – ચેતન ઉમરીગર અને રમવા ગયેલ દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *