આમોદ પાલિકામાં હજુ રૂપિયા જમા થયા નથી પરંતુ ભંગારના હરાજીના રૂપિયા ભરપાઈ કરી દીધા હોવાનો એજન્સીએ ખુલાસો આપ્યો!!!

ન્સીએ તત્કાલીન પ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષને રોકડા ૧,૫૦,૦૦૦ આપ્યા હોવાનો લેખિત ખુલાસો કરતા ચકચાર.

 

આમોદ નગરપાલિકા દ્વારા પાલિકાના ભંગારના સામાનની હરાજી કરવામાં આવી હતી.જેમાં પાલિકાના ભંગારની આવકમાંથી હજુ સુધી ૧,૫૦,૦૦૦ રૂપિયા પાલિકામાં જમા થયા નથી પરંતુ એજન્સીએ તત્કાલીન પ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષને રોકડા આપ્યા હોવાનો લેખિત ખુલાસો કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

આમોદ નગરપાલિકા દ્વારા પાલિકાના ભંગારના સામાનની હરાજી કરવામાં આવી હતી.જેમાં પાલિકાના ભંગારની આવકમાંથી ૫.૫૦ લાખની આવક પ્રાપ્ત થઈ હતી.પરંતુ એજન્સી દ્વારા ૧૧ મે ૨૦૨૩ ના રોજ ૩.૬૦ લાખ જ ઓનલાઇન પાલિકાના ખાતામાં જમા કરાવ્યા હતા.પંરતુ બાકીની રકમ હજુ સુધી જમા કરવામાં આવી નથી.જે બાબતે વિપક્ષે પ્રાદેશિક નિયામક તેમજ વીજીલન્સ કમિશનરને કાર્યવાહી કરવા જણાવ્યું હતું.જેની તપાસ કાર્યવાહી શરૂ થતાં આમોદ પાલિકાના વિપક્ષી સદસ્યોએ મુખ્ય અધિકારીને જાણ કરતા ૫ મી માર્ચ ના રોજ આમોદ પાલિકાના સભાખંડમાં સામાન્ય સભામાં પણ ભંગારની હરાજીના બાકી રૂપિયાનો મુદ્દો ચગ્યો હતો.ત્યારે ભંગારની હરાજી લેનાર એ.એમ. કોલસાવાલાએ ૧૪ મી માર્ચના રોજ આમોદ નગરપાલીકાના મુખ્ય અધિકારીને સંબોધી ભંગારની હરાજી બાબતે ખુલાસો કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે ૩,૬૦,૯૩૩ રૂપિયા ઓનલાઇન જમા કરાવ્યા હતા.જ્યારે બાકીના ૧,૫૦,૦૦૦ રૂપિયા રોકડા તત્કાલીન પ્રમુખ મહેશભાઈ ધૂળાભાઈ પટેલ,કારોબારી અધ્યક્ષ બીજલ ભરવાડને આમોદ પાલિકા સદસ્ય અક્ષર પટેલ, નગરપાલિકા ઇજનેર તથા એકાઉન્ટન્ટની હાજરીમાં જમા કરાવ્યા હતા. જે રૂપિયા ૧,૫૦,૦૦૦ જમા કરાવ્યા ત્યારે રસીદ બાદમાં આપીશું તેમ કહેવાથી આજ સુધી રસીદ આપવામાં આવી નથી.જો કે એજન્સીએ કઈ તારીખે રોકડા રૂપિયા ૧,૫૦,૦૦૦ જમા કરાવ્યા તેનો ઉલ્લેખ કર્યો નથી. ત્યારે આમોદ પાલિકાના ભંગારની હરાજીના રૂપિયા કોણ લઈ ગયું તે આમોદ નગરમાં ચર્ચાનો પ્રશ્ન બન્યો છે.

આ બાબતે વિપક્ષી નેતા ઉમેશ પંડ્યાએ જણાવ્યું હતું કે આમોદ નગરપાલિકામાં હજુ ભંગારના ૧,૫૦,૦૦૦ જમા થયા નથી જે બાબતે અમોએ મુખ્ય અધિકારીને ફોજદારી કાર્યવાહી કરવા જણાવ્યું છે તેમાં છતાં મુખ્ય અધિકારી દ્વારા જવાબદારો સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવે નથી.

આ બાબતે તત્કાલીન પ્રમુખ મહેશભાઈ પટેલ તથા તત્કાલીન કારોબારી અધ્યક્ષ બીજલ ભરવાડનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ જણાવ્યુ હતુ કે આક્ષેપ પાયા વિહોણા છે.પાલિકામા નાણાંકીય વહીવટની જવાબદારી પાલિકાના એકાઉન્ટન્ટ તથા મુખ્ય અધિકારીની હોય છે.અમે તો જન પ્રતિનીધીઓ છે.એજન્સી ધ્વારા કરવામા આવેલ ખોટા આક્ષેપ સબબ ટુંક સમયમા એજન્સી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવનાર છે.

આ બાબતે આમોદ પાલિકાના મુખ્ય અધિકારી મનન ચતુર્વેદીએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રમુખને રિપોર્ટ કરવાનો છે કારણ કે જે તે સમયે ઠરાવ કરેલો છે તેમાં પ્રમુખની રૂબરૂ કરેલો છે ટૂંકમાં પ્રમુખને રિપોર્ટ કરીશું.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *