જંબુસર નગરના ભૂતનાથ મહાદેવ મહિલા ભજન મંડળ નો પાંચમા વર્ષે મંગલ પ્રવેશ ની ભવ્ય ઉજવણી કરાઈ 

જંબુસર:-જંબુસર નગર ના દાજીબાવા ટેકરે વર્ષો પહેલા છાયાબાપા તથા સુરાપુરા દાદા દ્વારા શિવલિંગની સ્થાપના કરી જેને ભુતનાથ મહાદેવ નામ પ્રસ્થાપિત કરી મંદિર બનાવવામાં આવેલ હતું. આ વિસ્તારની શ્રદ્ધાળુ બહેનો દ્વારા છેલ્લા ચાર વર્ષથી ભુતનાથ મહાદેવ મહિલા ભજન મંડળ નો શુભારંભકરાયો હતો.

જેને પાંચમાં વર્ષના મંગલ પ્રવેશે ભુતનાથ મહાદેવ મંદિરને રોશનીના ઝગમગાટ અને ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું. મહિલા મંડળ દ્વારા દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.સવારથી જ મંદિર ખાતે શિવજીને વિવિધ દ્રવ્ય અભિષેક, આરતી તથા કાછિયા પટેલ વાડી ખાતે ભજન કીર્તન નો કાર્યક્રમ યોજાયો હતો. બહેનોએ ઢોલના ઢબૂકે શિવજીની આરાધના કરી ભજન થકી ભક્તિના રંગે રંગાયા હતા. અને સાંજે મહાપ્રસાદ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન કિશોરભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ તથા યુવક મંડળ દ્વારા કરાયું હતું. દિવસ દરમિયાન યોજાયેલ કાર્યક્રમમાં શિવભક્ત ભાઈ બહેનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *