જંબુસર વિધાનસભા ચૂંટણી પ્રબંધક સમિતિની બેઠક યોજાઈ
જંબુસર વિધાનસભા ચૂંટણી પ્રબંધક સમિતિની બેઠક આમોદ સ્વામિનારાયણ સ્કૂલ ખાતેતારીખ 23.03.2024 સાંજે 4:00કલાકે યોજાઈ હતી. જેમાં જંબુસર વિધાનસભા મંડળના બંને તાલુકાના પ્રમુખ મહામંત્રી તથા ચૂંટણી પ્રબંધક સમિતિના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આગામી લોકસભાની ચૂંટણીમાં જંબુસર 150 વિધાનસભા એક લાખ મત ની લીડ ના લક્ષ્ય ચૂંટણીની કામગીરી કરવાનો સંકલ્પ લીધો હતો. આ પ્રબંધક સમિતિની બેઠકમાં જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય ડી.કે સ્વામી, જંબુસર વિધાનસભા પ્રભારી હર્ષદભાઈ ચૌધરી જંબુસર વિધાનસભા સંયોજક વિરેનભાઈ શાહ, ઘર ઘર સંપર્ક યોજના ના જિલ્લા સંયોજક કિરણસિંહ મકવાણા, જિલ્લા મંત્રી કૃપાબેન પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.