ભારત દેશમાંથી આરક્ષણ દૂર થશે નહીં, નરેન્દ્ર મોદી આદિવાસીઓના મિત્ર : અમિત શાહ
– ભરૂચવાસીઓ ભૂલ ન કરતા હું ચૈતર વસાવાને ઓળખું છું, બાકી ખંડણી બિઝનેસ ફરી શરૂ થઈ જશે : ગૃહમંત્રી
– અમિત શાહે બે હાથ જોડી ભરૂચવાળાને વિનંતી કરી મનસુખભાઈ જેવો જનપ્રતિનિધિ નહિ મળે
– કોઈ ભૂલ કરશો તો અર્બન નક્સલ આવી જશે કહી આપ અને કોંગ્રેસને જુઠ્ઠાણાનું જોડાણ કહ્યું
ભરૂચવાળાઓને બે હાથ જોડી વિનંતી મનસુખભાઇ જેવો જન પ્રતિનિધિ નહિ મળે ભૂલ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપની વિજય સંકલ્પ સભામાં ગૃહમંત્રી અમિત શાહનું મેદનીને સંબોધન.
ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપની વિજય સંકલ્પ સભા ઝઘડિયાના ખંડોલી ગામે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શનિવારે બપોરે ધોમધખતી ગરમિમાં મળી હતી.
ગૃહમંત્રી અમિત શાહે મહિલાઓ, બહેનોને વંદન કરી જીગરના ટુકડા એવા યુવા મિત્રોને રામ રામ કહ્યા હતા. તેઓએ મનસુખભાઈનો પ્રચાર કોઈ સારામાં સારો કરી શકે તો તેઓ પોતે જ કરી શકે તેમ કહી ભરૂચવાળાને અપીલ કરવા આવ્યો હોવાનું કહ્યું હતું.
અમિત શાહે બે હાથ જોડી ભરૂચની પ્રજાને વિનંતી કરી હતી કે, મનસુખભાઇ જેવો જનપ્રતિનિધિ નહિ મળે. કોઈ ભૂલ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે.
તેઓએ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા જ 2014 નું પહેલું ભાષણ યાદ અપાવ્યું હતું. જેમાં મોદીજીએ આદિવાસી, દલિતો અને ગરીબોની આ મોદી સરકાર હોવાનું ગર્વથી કહ્યું હતું.
ભરૂચ બેઠકની વાત કરતા કોંગ્રેસ – આપ ભેગા થઈ લડવા નિકળા હોય ત્યારે કોંગ્રેસને આદિવાસી વિરોધી અને આપ ને આદિવાસીઓના મત લઈ શોષણ કરનાર પાર્ટી ગણાવી હતી.
ભરૂચમાં બે જુઠ્ઠા ભેગા થઈ ભાજપની મોદી સરકાર 400 બેઠકો સાથે ફરી આવશે તો બંધારણ, આરક્ષણ બદલી નાખશે તેવા જૂઠાણા ફેલાવી રહ્યાં છે. ત્યારે અમિત શાહે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી અનામતને હાથ લગાવશે નહિ.
દેશમાંથી આરક્ષણ દૂર થવાનું નથી. નરેન્દ્ર મોદી તો આદિવાસીઓના મિત્ર છે. તેઓએ 10 વર્ષની મોદી સરકારની સિદ્ધિઓ અને આદિવાસીઓના લાભની યોજનાઓનો ચિતાર આપવા સાથે કોંગ્રેસને પણ આડે હાથે લીધી હતી.
કાશ્મીરમાંથી આપણે 370 ની કલમ હટાવી દીધી ત્યાં કોંગ્રેસ પોતાની વોટ બેંક માટે 70 વર્ષથી દત્તક છોકરાની જેમ તેને રમાડી રહી હતી.
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં પણ કોંગ્રેસને આમંત્રણ અપાયું હતું પરંતુ કોંગ્રેસ તેની વોટ બેંક સાચવવા દૂર રહી હતી. ત્યારે રામના પ્રાણ પ્રતિષ્ઠામાં જે ના જાય તેની જોડે ભરૂચે રહેવાય તેવો પ્રશ્ન પૂછ્યો હતો.
અંતે અમિત શાહે ભરૂચવાસીઓને ચૂંટણીમાં ભૂલ ન કરતા બાકી ખંડણી બિઝનેસ ફરી શરૂ થઈ જશે તેમ કહી તેઓ ચૈતર એન્ડ કંપનીને જાણતા હોવાની ટકોર પણ કરી હતી.
સભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભાજપની મોદી સરકારની સિદ્ધિ ગણાવી ભરૂચ લોકસભામાં સાકાર થયેલા કરોડોના પ્રોજેક્ટો અંગે માહિતી આપી 7મી વખત પણ મનસુખ વસાવાને 5 લાખની લીડ સાથે વિજયી બનાવવા હાંકલ કરી હતી.
વિજય સંકલ્પ સભામાં ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ વસાવા, પૂર્વ મંત્રી દર્શનાબેન જરદોષ, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રભારી અશોક પટેલ, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ઘનશ્યામ પટેલ, ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ, અરૂણસિંહ રણા, રમેશ મિસ્ત્રી, રીતેશ વસાવા, ડી.કે.સ્વામી, અક્ષય પટેલ, મહામંત્રીઓ નિરલ પટેલ, વિનોદ પટેલ, ફતેસંગ ગોહિલ, તેમજ ભરૂચ લોકસભા વિસ્તારના તમામ વિધાનસભાના સંયોજકો તેમજ પૂર્વ આગેવાનો સહિzતના ઉપસ્થિત રહ્યાં હતાં.