ભરૂચ વિધાનસભા ચૂંટણી કાર્યાલયનો મનસુખ વસવાના હસ્તે શુભારંભ

– દરેક બુથ પર 2019 કરતા વધુ 370 મતોના લક્ષ્યાંક સાથે 5 લાખ મતોથી વિજય થવા અપાયો મંત્ર

– શહેરના વોર્ડ નંબર 4 થી વાજતે ગાજતે પ્રચાર પ્રસારનો ધમધમાટ શરૂ કરાયો
– દેશને મહાસત્તા બનાવવા તરફ લઈ જવા ફરી મતો થકી મોદી સરકારના હાથ મજબૂત બનાવવા હાંકલ

ભરૂચ લોકસભા બેઠકના ભાજપના લોકપ્રિય ઉમેદવાર મનસુખ વસવાના હસ્તે ભરૂચ વિધાનસભા ચૂંટણી કાર્યાલયનો વિજય વિશ્વાસ સાથે આરંભ કરાયો હતો.

ભરૂચ વિધાનસભા ચૂંટણી કાર્યાલયનું રવિવારે બપોરે ભાજપના 7મી ટર્મના લોકપ્રિય ઉમેદવાર મનસુખભાઇ વસાવાના હસ્તે ઉદ્ઘાટન કરી વોર્ડ નંબર 4 માં પ્રચાર પ્રસારણનો ધમધમાટ શરૂ કરાયો હતો.

ભરૂચ લોકસભા બેઠકના ભાજપના 153 ભરૂચ વિધાનસભા કાર્યાલયના કોર્ટ રોડ પર ઉદ્ઘાટન પ્રસંગે મનસુખભાઇ વસાવાએ ભાજપ અને મોદી સરકારની 10 વર્ષની સિદ્ધિઓ ગણાવી હતી.

મહાસત્તા બનવા તરફ દેશને આટલેથી નહિ અટકાવી આ વખતે પણ પાછલા તમામ રેકોર્ડ તોડી ભવ્ય જીત મેળવવા તમામ કાર્યકરે કામે લાગી જવા હાંકલ કરાઈ હતી.

આકરી ગરમીમાં ભરૂચ લોકસભા બેઠક ઉપર ઊંચું મતદાન કરાવવા પણ કાર્યકરો સહભાગી બને તે માટે ખાસ ધ્યાન દોરાયું હતું. તો ભાજપ કાર્યકરોને મેરા બુથ સબસે મજબૂત હેઠળ પ્રત્યેક બુથ પર 370 મતો ગત 2019 ની ચૂંટણી કરતા વધુ મતદાન કરાવવાનો લક્ષ્યાંક સાથે 5 લાખથી વધુ મતો મેળવી ભરૂચ બેઠક જીતવા ગુરૂ મંત્ર અપાયો હતો.

કાર્યાલય ઉદ્ઘાટન, સભા અને વોર્ડ 4 માં પ્રચાર રેલીમાં પ્રભારી અશોક ચોકસી, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા, મહામંત્રી નિરલ પટેલ, સંયોજક યોગેશ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, ધર્મેશભાઈ મિસ્ત્રી, હેમેન્દ્ર પ્રજાપતિ સહિત આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

વોર્ડ નંબર 4 માં ભાજપ ઉમેદવાર મનસુખભાઈનાં પ્રચાર પ્રસાર દરમિયાન તેઓનું દરેક સોસાયટી અને ગલી ગલીએ ફુલહાર અને ફટાકડા ફોડી ઉષ્માભેર સ્વાગત કરાયું હતું.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *