કાનુનશાસ્ત્ર વિભાગમાં વિદાય સમારંભ યોજાયો
તા ૧-૫-૨૦૨૪ નાં રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં કાનુનશાસ્ત્ર વિભાગમાં, બી.કોમ એલએલ.બી (Hons.) સેમેસ્ટર – ૧૦ તથા એલએલ.એમ સેમેસ્ટર – ૪ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમાંરભ તેમજ ભૂતપૂર્વ એલ્યુમિની મીટનો કાર્યક્રમ કાનુનશાસ્ત્ર વિભાગ ખાતે સવારે ૧૦:૦૦ વાગ્યે યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં યુનિવર્સિટીનાં માનનીય ઈ.ચા. કુલપતિશ્રી ડો. કિશોરસિંહ ચાવડાજી, કુલસચિવ શ્રી ડો. રમેશદાન ગઢવીજી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કાનુનશાસ્ત્ર વિભાગના કો-ઓર્ડીનેટર ડો.યશોધરા ભટ્ટ તથા કાનુનશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપકો અને કાનુનશાસ્ત્ર વિભાગના સ્ટાફ સભ્યો પણ ઉપાસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં કો-ઓર્ડીનેટર ડો. યશોધરા ભટ્ટનાં પ્રાસંગિક ઉદ્બબોધનથી થઇ.
ત્યારબાદ કુલપતિશ્રી કિશોરસિંહ ચાવડાજી એ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને તેમના સુખદ ભવિષ્ય માટે તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપી. આ કાર્યક્રમ દરમ્યાન કાનુન શાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપકોએ વિદ્યાર્થીઓ જોડે પોતાનો અનુભવ વહેંચ્યો અને વિદ્યાર્થીઓએ પણ પોતાનાં અભ્યાસ દરમ્યાન થયેલ અનુભવોનું કથન કર્યું.
આ કાર્યક્રમમાં શૈક્ષણિક વર્ષ દરમ્યાન વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યાં અને આ કાર્યક્રમની પુર્ણાહુતી રાષ્ટ્રગાન કરીને કરવામાં આવી.