ભારે વરસાદના કારણે જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ૩ રસ્તાઓ બંધ કરાયા

ભરૂચ –  હવામાન ખાતાની આગામી મુજબ સમગ્ર ભરૂચ જિલ્લામાં બુધવારના સવારના ૬.૦૦ વાગ્યાની સ્થિતિએ પાછલા ચોવીસ કલાકમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. જિલ્લાના ઘણા વિસ્તારો જળતરબોળ થવા સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે. જે મુજબ ભરૂચ જિલ્લામાં ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ૦૩ જેટલા રસ્તાઓ ઓવરટોપીંગ તકેદારીના ભાગરૂપે બંધ કરાયા છે. જે મુજબ વાલીયા તાલુકામાં આવેલા વાલીયા વાડી- રોડ, અને વાલીયા દેસાડ, સોડગામ,ગુંદીયા પેટીયા મૌઝા અને ઝઘડીયા તાલુકાનો રાજપારડી અવિધા ઝરસાડ રોડરોડ ઓવર ટોપીંગને કારણે હાલ ભારે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.

        લોકો અન્ય રસ્તાઓનો ઉપયોગ કરી શકશે તેના વિકલ્પ રીતે ભારે વાહનો આ રોડ માટે સમાંતર આવેલ વાલિયાથી નેત્રંગ થી ચાસવડ- કવચીયા થઈ વાડી તરફ અને નાના વાહનોને હયાત મેજર બ્રિજ ઉપરથી ડાયવર્ટ કરવામાં આવેલ છે. જ્યારે વાલીયા – દેસાડ- સોડગામ-ગુંદીયા –પેટીયા- મૌઝા રોડને બંધ કરવામાં આવતા વૈકલ્પિક રસ્તાઓનો નાના વાહનોને દેસાડથી કરસાદ- પણસોલી -લુણા થઈ સોડગામ તરફ ડાયવર્ટ કરવામાં આવે છે. જ્યારે ઝઘડીયા તાલુકાનો રાજપારડી અવિધા ઝરસાડ રોડના સ્થાને અંકલેશ્વર રાજપીપળા રોડ પર થઈ ઝઘડીયા જઈ શકાશે. તેમ આર.એન.બી. વિભાગ દ્નારા જણાવવામાં આવ્યું છે.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *