જંબુસર નગર ની પ્રજાને રાજ્ય સરકાર દ્વારા સુપ્રિમ ભેટ
– ગુજરાતી 31 નગરપાલિકામાં સિટી સિવિક સેન્ટર્સ શરૂ કરાયા
જંબુસર નગરની સેવામાં રાજ્ય સરકાર દ્વારા જંબુસર નગરપાલિકા ખાતે સિટી સિવિક સેન્ટર્સ ખુલ્લુ મુકાયું
ગજરાત રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગુજરાતની૩૧ નગરપાલિકાઓમાં ₹ ૪૪.૦૫ કરોડનાના ખર્ચે સિટી સિવિક સેન્ટર્સનું ઈ- લોકાર્પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વર્ગ હસ્તે કરાયું તેના ભાગરૂપે 31 નગરપાલિકા પૈકી જંબુસર નગરપાલિકા ખાતે પણ સિટી સિવિક સેન્ટર્સ શરૂ કરાયું આ પ્રસંગે જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી.કે સ્વામી તથા જંબુસર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી અમિષાબેન વિરેનભાઈ શાહ તથાજંબુસર પ્રાંત અધિકારી એમ બી પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સેન્ટર જંબુસર નગરપાલિકા ખાતે શરૂ કરવામાં આવ્યું જેમાં મિલકત વેરો,મિલકતની આકારણીની અરજી,લગ્ન નોંધણી,વ્યવસાય વેરો તથા વ્યવસાય વેરાનું રજિસ્ટ્રેશન,જન્મ-મરણના દાખલા,ગુમાસ્તાધારા લાઈસન્સ,અન્ય ફરિયાદની અરજીઓ લેવામાં આવશે
આ સિટી સિવિક સેન્ટર્સમાં જંબુસર નગરની પ્રજાને સરળતાથી ઓનલાઇન માધ્યમથી સેવાઓ પૂરી પડી રહે તે હેતુથી આ શરૂ કરવામાં આવ્યું છે. આજથી જ લાભાર્થીઓને આ સુવિધાનો લાભ મળવાની શરૂઆત થઈ ગયેલ છે.આ પ્રસંગે જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામી એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે જંબુસર નગરની પ્રજા આ સેવાનો વધુમાં વધુ લાભ લે તેવી અપીલ કરી હતી. તેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગુજરાત રાજ્ય સરકાર પ્રજાના વિકાસ અને વાત્સલ્ય માટે હર હંમેશ કટિબદ્ધ રહે છે. અને આવનારા સમયમાં આ સેન્ટર દ્વારા સરકાર શ્રી વિવિધ નવી યોજનાઓ પણ મળી રહે તે માટે ની સુવિધા ઉભી કરશે તેવું જણાવ્યું હતું. આ પ્રસંગે જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામી, જંબુસર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અમિષાબેન વિરેનભાઈ શાહ, જંબુસર પ્રાંત અધિકારી એમ.બી. પટેલ જંબુસર નગરપાલિકા ઇન્ચાર્જમુખ્ય અધિકારી રાહુલ ડોડીયા જંબુસર નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ જંબુસર સાહેબ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ચંદ્રકાંત પટેલ, જંબુસર સાહેબ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી મનનભાઈ પટેલ, પંકજભાઈ કા પટેલ, તેમજ જંબુસર નગર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.