ભરૂચઃ- ખોડલધામ વિદ્યાર્થી સમિતિ અને ખોડલધામ સમિતિ, ભરૂચ દ્વારા સમજણની વૃદ્ધિ – સમાજની સમૃદ્ધિ કાર્યક્રમનું પ્રસંગ પાર્ટી પ્લોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ભરૂચ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મનીષ વઘાસિયા અને હાર્દિક સોરઠીયા દ્વારા મોટીવેશનલ સ્પીચ આપવામાં આવી હતી. બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીના હસ્તે દીપ પ્રાગટ્ય તથા ટ્રસ્ટીઓનુ ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મોટીવેશનલ કાર્યક્રમની શરૂઆત થઈ હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના વિદ્યાર્થીઓ તથા પરિવારજનોને મનીષ વઘાસિયા સુરત અને હાર્દિક સોરઠીયા રાજકોટ ધ્વારા જરૂરી ઉમદા માર્ગદર્શન પુરુ પાડી સૌના પ્રેરણાસ્ત્રોત બન્યા હતા.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ અને તેમની ટીમના માર્ગદર્શન હેઠળ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ અને ખોડલધામ સમિતિ ભરૂચ દ્વારા યોજાયેલ મોટીવેશનલ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટીઓ ભરતભાઈ પટેલ, હિંમતભાઇ પટેલ, ભુપતભાઇ રામોલીયા, મનસુખભાઈ રાદડિયા, પંકજભાઈ ભુવા, નરેશભાઈ પટેલ (કિંજલ કેમિકલ) પ્રવિણભાઇ પટેલ વડોદરા, ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, દિનેશભાઈ બાંભણીયા સુરત, ધનશ્યામભાઈ પટેલ ધારીખેડા સુગર, આગેવાનો, ભરૂચ જિલ્લાના ખોડલધામના ટ્રસ્ટીઓ, ભરૂચ જિલ્લાના તમામ તાલુકાના કન્વીનર, સહ કન્વીનર, મહિલા સમિતિ ના કન્વીનર સહ કન્વીનર, જિલ્લાના લેઉવા પાટીદાર સમાજના પ્રમુખશ્રીઓ તથા તેમની ટીમ અને જિલ્લાના ૧૧૧ ગામોમાં વસતા લેઉવા પાટીદાર સમાજના પરિવારો ઉપસ્થિત રહયા હતા.