ભરૂચ – ભરૂચ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ તા.૨૪ લી જુલાઈ,૨૦૨૪ને બુધવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ ૪૩.૨૨ મી.મી.વરસાદ નોંધાયો છે. હવામાન ખાતાની આગામી મુજબ સમગ્ર ભરૂચ જિલ્લામાં બુધવારના સવારના ૬.૦૦ વાગ્યાની સ્થિતિએ પાછલા ચોવીસ કલાકમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસાદના આંક જોઇએ તો, ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં-૮૨ મિ.મિ.,ભરૂચ તાલુકામાં ૨૭,વરસાદ નોંધાયો છે. જ્યારે હાંસોટ ૯૪ મિ.મિ,ઝઘડિયા તાલુકામાં- ૭૭ મિ.મિ., અંકલેશ્વર તાલુકામાં ૪૦,નેત્રંગ તાલુકામાં ૪૩ મિ.મિ, વાગરા તાલુકામાં ૭ મિ.મિ, જંબુસર ૦૯ મિ.મિ., આમોદ ૦૫ મિમિ, મળી ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કુલ – ૪૩.૨૨ મીમી વરસાદ નોંધાયો છે.
ભરૂચ જિલ્લાના તાલુકામાં આ મોસમનો કુલ વરસાદની પરિસ્થિતિ જોઈએ તો ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નેત્રંગ તાલુકામાં ૮૧૩ મીમી નોંધાયો છે, જ્યારે આમોદ તાલુકામાં સૌથી ઓછો ૧૭૮ મી.મી. વરસાદ અને ભરૂચ જિલ્લામાં કુલ વરસાદ ૪૫૦.૪૪ મીમી નોંધાયો હોવાના અહેવાલ ભરૂચ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.