૨૨- સંસદીય મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર, ખર્ચ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વરની સંયુક્ત અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

૨૨– સંસદીય મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર, ખર્ચ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વરની સંયુક્ત અધ્યક્ષતામાં બેઠક યોજાઇ 

-જી.એન.એફ.સી. ગેસ્ટ હાઉસ ખાતેના કોન્ફરન્સરૂમમાં જિલ્લાના ચૂંટણી કામગીરી સાથે જોડાયેલ નોડલ ઓફિસરો ઉપસ્થિત રહયા

   ભરૂચ- ગામી તા. ૭ મેના રોજ યોજાનાર ૨૨- ભરૂચ સંસદીય મત વિસ્તારની ચૂંટણી માટે જનરલ ઓબ્ઝર્વરશ્રી સુશ્રી સંદિપ કૌર (આઈ.એ.એસ.) અને ચૂંટણી ખર્ચ નિરીક્ષકશ્રી રામ કુમાર યાદવ (IRS) અને પુટ્ટમદૈયા એમ. (IPS)ની પોલીસ ઓબ્ઝર્વર નિમણૂંક કરવામાં આવી છે.

    આજે જી.એન.એફ.સી.ગેસ્ટ હાઉસ ખાતેના કોન્ફરન્સરૂમમાં ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.આર.જોષી, પોલીસ અધિક્ષકશ્રી સહિત ચૂંટણી ફરજ સાથે જોડાયેલા નોડલ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.

              બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી તુષાર સુમેરાએ ભરૂચ જિલ્લામાં સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ બેઠકોમાં થઈ રહેલી કામગીરી અંગે ઓબ્ઝર્વરશ્રીઓને અવગત કરાવ્યાં હતા. તે સાથે સંસદીય મતવિસ્તારમાં પોલિંગ સ્ટાફ અને મતદાતાઓને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટેના આગામી આયોજન અને થયેલી કામગીરીની જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ વિસ્તૃત જાણકારી આપી હતી.

    વધુમા, મતદાન જાગૃતી માટે સ્વીપ એક્ટિવિટી, કાયદો અને વ્યવસ્થા, સ્ટાફની તાલીમ, ઇવીએમ રેન્ડમાઇઝેશન, એફએસટી, એસએસટી સહિતની વિવિધ ટીમો દ્વારા કરવામાં આવતી કામગીરી બાબતે ઓબ્ઝર્વરશ્રીઓને પાવરપોઇંટ પ્રેઝન્ટેશન દ્વારા જાણકારી આપી હતી.

             જનરલ ઓબ્ઝર્વરશ્રી સુશ્રી સંદિપ કૌર (આઈ.એ.એસ.) નોડલ અધિકારીશ્રીઓને સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ બેઠકોમાં થયેલી કામગીરી સુનિશ્ચિત કરવા રચનાત્મક સૂચનાઓ આપ્યા હતા.

     આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી એન.આર.ધાધલ, પ્રાયોજના વહીવટદારશ્રી, જિલ્લા ગ્રામ એજન્સીના નિયામક, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. સૂપ્રિયા ગાંગૂલી સહિતના વિધાનસભાના એ.આર.ઓ નોડલ ઓફિસરો ઉપસ્થિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *